Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

નર્મદા પોલીસે લોકડાઉન દરમિયાન કુલ-૧૦૬ કેસ કરી ૨૭૭ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ

કુલ-૪૨૬ વાહનો ડીટેઇન કરી કુલ રૂ.૬૮,૯૦૦નો દંડ વસુલ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના લીધે સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોક ડાઉન કરવામાં આવ્યું છે.જેથી જાહેર જનતાની સુરક્ષા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામા બહાર પાડેલ હોય જે જાહેરનામા ભંગ નહી કરવા તથા લોકોમાં જાગૃતતા લાવવા માટે જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે માટે અપીલ કરવામાં આવી હોવા છતા કેટલાક વ્યક્તિઓ પોતાની મનમાની કરતા હોઇ તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ લોકડાઉનની અવગણના કરતા હોઇ આવા વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ બદલના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અંતર્ગત નર્મદા પોલીસ દ્વારા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખી લોકડાઉન તથા જાહેરનામાના ભંગ કરનારા વ્યક્તિઓ સામે તા.૨૫ માર્ચ થી આજદિન સુધી કુલ- ૧૦૬ કેસો કરી કુલ-૨૭૭ વ્યક્તિઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તદ્દઉપરાંત લોકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતા કુલ-૪૨૬ વાહનો ડીટેઇન કરી કુલ-૬૮,૯૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે

(5:38 pm IST)