Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સુરત અને જામનગરમાં કોરોના પોઝિટિવના 1-1 કેસ

જામનગરમાં મુસ્લિમ પરિવારના દોઢ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો

રાજકોટ : જામનગરમાં આજે એક કોરોના પોઝિટિવ કેસ થયો છે. મળતી વિગતો મુજબ જામનગરના મુસ્લિમ પરિવારના જુલેખ રહેમાન કુરેશી નામના દરેડના બાળકને કોરોના આવેલ હોવાનું અને સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યાનું જાણવા મળે છે. આ સિવાય  જામનગર લેબ.માં એક જામનગર, એક મોરબી અને એક ગીર સોમનાથ મળી ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જામનગર કોરોના ટેસ્ટિંગ લેબોરેટરીમાં આજે ટેસ્ટિંગ માટે 4 સેમ્પલ આવ્યા હતા
 

(5:33 pm IST)