Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સુરત અને જામનગરમાં કોરોના પોઝિટિવના 1-1 કેસ : રાજ્યમાં કુલ 124 દર્દી કોરોના પોઝિટિવ : મૃત્યુઆંક 11

જામનગરમાં મુસ્લિમ પરિવારના દોઢ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો : સુરતમાં આજે ત્રણ કોરોના પોઝિટિવ : અડાજણના આધેડનો રિપોર્ટ પોઝિટિવ : દર્દીની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી : સુરત શહેરના 12 અને ગ્રામ્યના 2 મળીને કુલ 16 કોરોના પોઝિટિવ

રાજકોટ : જામનગરમાં આજે એક કોરોના પોઝિટિવ કેસ થયો છે. મળતી વિગતો મુજબ જામનગરના મુસ્લિમ પરિવારના જુલેખ રહેમાન કુરેશી નામના દરેડના બાળકને કોરોના આવેલ હોવાનું અને સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યાનું જાણવા મળે છે. 

આ સિવાય  જામનગર લેબ.માં એક જામનગર, એક મોરબી અને એક ગીર સોમનાથ મળી ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જામનગર કોરોના ટેસ્ટિંગ લેબોરેટરીમાં આજે ટેસ્ટિંગ માટે 4 સેમ્પલ આવ્યા હતા.

સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ: સુરતમાં આજે ત્રણ કોરોના પોઝિટિવ : સુરતમાં જે નવો કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે તે અડાજણના આધેડનો છે. આ દર્દીની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી પણ નથી, એટ્લે આ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો કેસ છે. આજે સુરત શહેરના 12 અને ગ્રામ્યના 2 મળીને કુલ 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ 124 દર્દી હોરોના ના ભરડામાં આવિજ્ઞા છે અને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11 થયો છે.

(5:22 pm IST)