Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સંકલિત બાળ વિકાસ યોજનાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઘેર ઘેર ફરીને ટેક હોમ રેશનનું વિતરણ કર્યુ

માંડલ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનોએ કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : સંકલિત બાળ વિકાસ યોજનાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઘેર ઘેર ફરીને ટેક હોમ રેશનનું વિતરણ કર્યુ હતુ. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં કોરોનાની મહામારીથી બચવા માટે જાહેર કરાયેલ લોકડાઉનને અનુલક્ષી ને આંગણવાડી બંધ રાખવામાં આવી છે ત્યારે ઘટક માંડલમાં 3 થી 6 વર્ષના બાળકો સગર્ભા માતા તથા ધાત્રી માતાને ટેક હોમ રેશનની કીટ આપવામાં આવી હતી. તેમની તંદુરસ્તી જળવાઈ રહે તેવા શુભ હેતુ સાથે સગર્ભા , ધાત્રી બહેનો તેમજ કિશોરી બાળકોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. લાભાર્થીને વિતરણ સમયે આંગણવાડી કાર્યકર બહેનોએ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે વારંવાર હાથ સાબુથી હાથ ધોવા,માસ્કનો ઉપયોગ કરવો, સોસીયલ ડિસ્ટન્સ રાખવું,  ભીડમાં ના જવુ જેવી સલામતીની અગત્યની સલાહ આપવાની કામગીરી કરી છે તેમ માંડલ સીડીપીઓ મિતા જાનીએ જણાવ્યુ હતુ.

(4:31 pm IST)