Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

પાટણનાં ભીલવણ ગામમાં મુંબઇથી આવેલ યુવકનો કેસ પોઝીટીવ આવ્યો : પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ

પાટણ : રાજ્યમાં કોરોનાનો કેર ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ કોરોના વાયરસથી સંક્રમિત પહેલા કેસ સામે આવ્યો છે. પાટણનાં ભીલવણ ગામનાં યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ યુવક 15 માર્ચનાં રોજ મુંબઇથી આવ્યો હતો. હાલ આ યુવાનને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાનાં તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.

મળતી માહિતી પ્રમાણે, પાટણના ભીલવણ ગામનો યુવક 15મી માર્ચે જ મુંબઇથી આવ્યો હતો. જે બાદ તે થોડા દિવસથી બીમાર રહેતો હતો. જે બાદ કોરોનાનો રિપોર્ટ કરાવતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને હાલ ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

જો રાજ્યની વાત કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ 98 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ મૃતઆંક નવ થયો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(12:24 pm IST)