Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

ગુજરાતમાં કોરોનાએ હાઇસ્પીડ પકડતા રવિવારે સુધીમાં ૧રર કેસ નોંધાયા

ગાંધીનગર :ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ રવિવારને કોરોના અપડેટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલ સાંજથી અમદાવાદમાં 1 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ભાવનગરમાં 1, કેસ, સુરતના 2 કેસ સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 11 કેસ નવા આવ્યા છે. આ કેસો ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાંથી આવ્યા હોવાની શકયતા છે. હાલ રાજ્યમાં સારવાર લઈ રહેલા 94 દર્દીઓ હાલત સ્ટેબલ છે. તો 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 1 દર્દીનું મોત નોંધાયું છે.

    અમદાવાદ 53, સુરત 15,  રાજકોટ 10,  વડોદરા 10,  ગાંધીનગર 13,  ભાવનગર 11

(12:09 pm IST)