Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

અમદાવાદની વીએસ હોસ્પિટલની સફાઈકર્મી અને સુરતની વૃદ્ધા પોઝિટિવ: રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 108 થયો

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કુલ 44 કેસ પોઝિટિવ : સુરતમાં 13 કેસ

અમદાવાદ : સવાર સુધી રાજ્યના કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 106 હતી. પરંતુ બપોર બાદ સુરતમાં એક દર્દી અને અમદાવાદના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ આંક 108 થઈ ચુક્યો છે. અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતી અને વીએસ હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 44 કેસ થયા છે.

આ ઉપરાંત સુરતના કેસની વાત કરીએ તો સુરતમાં અડાજણ-પાલ વિસ્તારમાં રહેતી 61 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે સુરતમાં કુલ કેસ 13 થયા છે.

ગુજરાતમાં કુલ કેસ 108


• અમદાવાદ: 45 કેસ

• ગાંધીનગર: 13 કેસ

• સુરત: 13 કેસ

• રાજકોટ: 10 કેસ

• વડોદરા: 09 કેસ

• ભાવનગર: 09 કેસ

• પોરબંદર: 03 કેસ

• ગીર સોમનાથ: 02 કેસ

• કચ્છ: 01 કેસ

• મહેસાણા: 01 કેસ

• પંચમહાલ: 01 કેસ

• પાટણ: 01 કેસ

(8:19 pm IST)