Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

કોરોના ભય : પાલનપુરના વેપારીએ કરેલ આત્મહત્યા

ક્વોરનટાઈનમાં રાખવામાં આવતા વેપારીનું પગલું : ગઇ ૨૦મી માર્ચના દિવસે આઇસોલેશનમાં મોકલવામાં આવેલ વિનોદ નામના પાલનપુરના વેપારી દ્વારા આપઘાત

પાલનપુર, તા. ૪ : ગુજરાતના પાલનપુરમાં ક્વોરનટાઈનમાં રાખવામાં આવેલા એક વેપારીએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. પોલીસે કહ્યું છેકે, વિનોદભાઈ પુરુષોત્તમભાઈ ચોરસિયાને ૨૦મી માર્ચના દિવસે ક્વોરનટાઈનમાં રાખવામાં આવ્યા હતા. તેમની ક્વોરનટાઈનની અવધિ શુક્રવારના દિવસે પૂર્ણ થઇ ગઇ હતી. વિનોદભાઈના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ગુજરાત ઉપરાંત અમૃતસરમાં એક વરિષ્ઠ દંપત્તિએ કોરોનાના ભયના કારણે આપઘાત કરી લીધો છે. પોલીસે આજે માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાતના પાલનપુરમાં રહેતા વિનોદે પોતાના ઘરની સૌથી ઉપરના માળ પર ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. તેમના પરિવારમાં પત્નિ મનીષા (૪૦), પુત્રીઓ ત્રિશલા (૧૦), નિહારીકા (૦૫) અને અઢી વર્ષનો પુત્ર આર્યન છે. ગુજરાતમાં ક્વોરનટાઈનમાં રાખવામાં આવેલા બિઝનેસમેન આપઘાત કરી લીધો છે.

             ચોરસિયા મોરબી જિલ્લામાં એક પરિવહન કારોબાર સાથે જોડાયેલા હતા. તેમના પરિવારના લોકો પાલનપુરમાં રહે છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી પહેલા જ વિનોદ ૨૨મી માર્ચના દિવસે પોતાના પરિવાર પાસે પરત ફરનાર હતા ત્યારબાદ આરોગ્ય અધિકારીઓએ તેમને ક્વોરનટાઈનમાં રાખ્યા હતા. અમૃતસરમાં પણ એક દંપત્તિએ આપઘાત કરી લીધો છે. અમૃતસર સથિયાલા ગામમાં પોલીસે આ બંને લોકોના મૃતદેહ કબજે કરીને તપાસ હાથ ધરી છે. કોરોનાના ભયથી આપઘાત કરી રહ્યા હોવાની નોંધ મળી આવી છે. પાલનપુરમાં બનેલી આ ઘટનાથી ભારે ચર્ચા જોવા મળી રહી છે. ક્વોરનટાઈનમાં રાખવામાં આવેલા વ્યક્તિના સંદર્ભમાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:44 pm IST)