Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આઈશાનાં પતિ આરીફના ફોનનો તમામ ડેટા ડિલીટ : પોલીસ હવે મોબાઇલને એફએસએલમાં મોકલશે

આઈશાના પતિના મોબાઈલની કોલ ડિટેલ કઢાવી પોલીસ પ્રેમિકાની તપાસ કરશે

અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને આત્મહત્યા કરનાર આયેશાના મોત માટે જવાબદાર તેના પતિ આરીફ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે આરીફના મિત્ર પાસેથી મોબાઇલ કબજે કર્યો છે. જોકે તેમાં તમામ ડેટા ડિલીટ કરી દીધો છે. જેથી પોલીસ મોબાઈલ એફએસએલ મોકલશે. બીજી તરફ આરીફનાં પ્રેમ પ્રકરણ માટે મોબાઈલની કોલ ડિટેલ કાઢવામાં આવશે. જેથી કોણ કોણ તેના સંપર્કમાં હતું તેની તપાસ પોલીસ કરશે

અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને આત્મહત્યા કરનાર આઈશાના મોત માટે જવાબદાર તેના પતિ આરીફ સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરીફની રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરી હતી. માસૂમ આઈશાના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. આરીફના રિમાન્ડ દરમિયાન પોલીસને ગોળ ગોળ ફેરવતો રહ્યો છે. લોકોમાં તેના માટે રોષ ફેલાયો હતો. હવે આરોપી બચવા માટે હવાતિયાં મારી રહ્યો છે. લોકોની સહાનુભૂતિ મેળવવા માટે ધમપછાડા કરી પોલીસને કગરી રહ્યો છે. જોકે પોલીસ પણ આરોપીની કડક પૂછપરછ બાદ હવે મોબાઈલ પર ધ્યાન આપી રહી છે. મોબાઈલની વિગતો મેળવવા માટે પોલીસ એફએસએલની મદદ લીધી છે. કોની કોની સાથે આરીફ સંપર્કમાં હતો અને તેને પ્રેમિકા હતી કે નહિ તેની તપાસ માટે પોલીસ કોલ ડિટેલ કઢાવશે અને તપાસ કરશે. હવે પોલીસ સમક્ષ રડીને બચવા માટે કરગરી રહ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આઈશાએ પતિના ત્રાસથી કંટાળી હસતા મોઢે વીડિયો બનાવી સાબરમતિ નદીમાં ઝંપલાવ્યું હતું. આઈશા દ્વારા બનાવેલા વીડિયોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેમના પરિવારે ઇંસાફની માંગ કરી છે. હવે આ મુદ્દો ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગુંજ્યો છે. આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે આવું કોઈ પણ ધર્મમાં ચલાવી નહીં લેવાય. આઈશાનાં આપઘાતનો વીડિયો દરેકના હ્રદય દ્વવિત કરી નાંખ્યા છે. આઈશાનાં પિતાએ કહ્યું કોઈ દિકરી સાથે આવું ન થાય અને આયશા સાથે જે થયુ તે કોઇની દીકરી સાથે ન થાય તે માટે સરકાર કાર્યરત છે. આઈશાને ઇન્સાફ જરૂરથી મળશે.

(9:58 pm IST)
  • નીતિનભાઈ પટેલ અને તેમના પત્નીઍ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો : અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં રાજયના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને તેમના ધર્મપત્નિઍ આજે કોરોનાની વેક્સીન મૂકાવી હતી : લોકોને પણ આ વેક્સીન મૂકાવવા અપીલ તેમણે કરી હતી access_time 11:29 am IST

  • બંગાળની બેટીએ સ્વીકાર્યો પડકાર , હવે ભાજપનો વારો: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મમતા સરકારમાં પંચાયત રાજ પ્રધાન સુબ્રતો મુખરજીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ટીએમસી નેતા મમતા બેનર્જીએ ભાજપના પડકારને સ્વીકારી 11 માર્ચે નંદીગ્રામથી ચૂંટણી લડશે હવે ભાજપનો વારો છે. બરાબર જ્યારે તે મેદાનમાં આવે : મંત્રીએ કહ્યં કે બંગાળમાં ખોટા ખબરો અને ખોટા તથ્યોની રાજનીતિ નહીં ચાલે access_time 12:22 am IST

  • કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસી:વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું: ભારતે કોવિડ -19 સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી access_time 12:21 am IST