Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વડોદરા મનપાના વોર્ડ નં-4માં ચૂંટણી પરિણામને લઈને વિખવાદ :કોર્ટે ચૂંટણીપંચને પાઠવી નોટિસ

મતના મોટા તફાવત અને પલટાયેલા પરિણામને કોંગ્રેસે કોર્ટમાં પડકાર્યું.

મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ચૂંટણી પરિણામને લઈ વિખવાદ સામે આવ્યો છે. પહેલા કોંગ્રેસના અનિલ પરમારને વધારે મત મળ્યાનું જાહેર કરાયું. જે બાદ પરિણામમાં સુધારો કરી ભાજપના અજિત દધિચને વિજેતા બતાવાયા. ભાજપ ઉમેદવારને પહેલા 14427 મત મળ્યાનું જાહેર કરાયું. જે બાદ મતમાં 3 હજારનો સુધારો થયો. આ મતના મોટા તફાવત અને પલટાયેલા પરિણામને કોંગ્રેસે કોર્ટમાં પડકાર્યું. કોંગ્રેસે ચૂંટણી અધિકારીઓએ જાણી-જોઈને ગોટાળો કર્યાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસની કાયદાકીય કાર્યવાહી બાદ કોર્ટે ઉમેદવારો અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી અધિકારીને સજા થાય અને જનતાનો સાચો ચુકાદો સામે આવે તેવી આશા રાખી રહ્યાં છે.

(8:51 pm IST)
  • અમે ટ્રેક્ટરમાં પંખા ફિટ કર્યા છે જે ઉનાળાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમૃતસરથી દિલ્હી જવા રવાના થશે અને મચ્છરોને દૂર રાખવા અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે જાળીઓ પણ મૂકી છે. સરકાર ખેતીના નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું - એસ.એસ.પંધર, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના રાજ્ય સેક્રેટરી access_time 9:23 pm IST

  • રાજ્ય ની 6 મહાપલિકા ના પદાધિકારી ઓં ના નામ નક્કી કરવા સોમ વારે ભાજપ ની પાર્લામેમેન્ટ્રી બેઠક ગાંધીનગર મુખ્યમંત્રી વિજય ભાઈ ના નિવાસ સ્થાને આં બેઠક યોજાશે. જેમાં મેયર. ડૅ. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, અને દંડક ના નામો નક્કી થશે. access_time 9:23 am IST

  • મ્યાંમારમાં ભારે હિંસા : 19 પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા : માંગ્યું શરણ : આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા:બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ : તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા access_time 1:13 am IST