Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આઈશાના આપઘાતનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો: વીડિયો હ્રદય દ્વવિત કરનારો,આઈશાને ઇન્સાફ જરૂરથી મળશે:પ્રદિપસિંહ જાડેજા

આયશા સાથે જે થયુ તે કોઇની દીકરી સાથે ન થાય તે માટે સરકાર કાર્યરત

અમદાવાદ :વટવા વિસ્તારમાં રહેતી આઈશાના આપઘાતે આખા દેશને આઘાતમાં મુકી દીધો છે. આઈશાના આપઘાતનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ગુંજ્યો છે. આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતુ. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે આઇશાનાં આપઘાતનો વીડિયો દરેકના હ્રદય દ્વવિત કરી નાંખ્યા છે. આવું કોઈ પણ ધર્મમાં ચલાવી નહીં લેવાય.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આઈશાએ પતિના ત્રાસથી કંટાળી હસતા મોઢે વીડિયો બનાવી સાબરમતિ નદીમાં ઝંપલાવ્યું હતું. આઈશા દ્વારા બનાવેલા વીડિયોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેમના પરિવારે ઇંસાફની માંગ કરી છે. હવે આ મુદ્દો ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગુંજ્યો છે. આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે આવું કોઈ પણ ધર્મમાં ચલાવી નહીં લેવાય. આઈશાનાં આપઘાતનો વીડિયો દરેકના હ્રદય દ્વવિત કરી નાંખ્યા છે. આઈશાનાં પિતાએ કહ્યું કોઈ દિકરી સાથે આવું ન થાય અને આયશા સાથે જે થયુ તે કોઇની દીકરી સાથે ન થાય તે માટે સરકાર કાર્યરત છે. આઈશાને ઇન્સાફ જરૂરથી મળશે.

આઈશાના દહેજભૂખ્યા અત્યાચારી પતિ આરિફે મરતા પહેલા વીડિયો બનાવી આપવાનો કહ્યું હતુ. જેથી આઈશાએ હસતો મોઢે વીડિયો બનાવી આરિફને મોકલી આપ્યો હતો. આઈશાના આપઘાત બાદ પતિ આરીફ નાસી ગયો હતો. જોકે અમદાવાદ પોલીસે પતિ આરિફને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે, મેં આઇશાને કહ્યું હતું કે, મરતા પહેલાં તું વીડિયો બનાવીને મોકલી આપજે. વધુમાં કબૂલ્યું કે, અન્ય યુવતી સાથે લફરા હોવાની વાત પણ સ્વીકારી છે. તે હંમેશા આઈશાને કહેતો કે તું મારુ સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફ્ટાઈની તમામ હદવટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.

 

મોબાઈલ ફોન તેના કોઈ સંબધી પાસે રાખ્યો હોવાની વાત તેણે કબુલી હતી. ત્યાર બાદ પોલીસે આ મોબાઇલ જે તે વ્યક્તિ પાસેથી કબજે કરી લીધો.આરિફના મળી આવેલા ફોનમાંથી આયેશાના પરિવાર કરેલા આરોપના પુરાવા પણ મળ્યા છે. જેમાં આરિફે આયેશા પર ગુજારેલા અત્યાચારનો પણ પર્દાફાશ થઇ શકે છે.

આયેશાના પરિવારનો આરોપ છે કે આરિફનું અન્ય યુવતી સાથે લફરું હતું. પોલીસ હવે આ ફોનમાં એ પણ શોધી રહી છે કે જો આરોપ સાચા હોય તો તે યુવતી કોણ છે? અને છે તો શું તેના કારણે જ આરિફ આયેશા સાથે દુરવ્યવહાર કરતો હતો? અને દહેજ માટે પૈસા લાવવા દબાણ કરતો હતો.?

આઈશા આપઘાત કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આરીફ આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આયેશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આયેશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે. ત્યારે આરીફની સઘન પુછપરછ કરતા તેનો ફોન મળી આવ્યો છે. તેના ફોનના તમામ ડેટા મળી આવ્યા છે

પીઆઇ, રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે, મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો. સાથે જ આયેશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી. બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આયેશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે. જો કે આયેશા આરોપી આરીફ અનેક વખત ફોન કરતી હતી પણ આરોપી આરીફ ફોન ઉપાડતો ન હતો.

 

પીઆઇ,રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે આરોપી આરીફના નિવેદનમાં દહેજ માગણી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપી આરીફનો પરિવાર પૈસે ટકે સદ્ધર હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયા વાળા પૈસાની માગણી કરતા હતા. રિવરફ્રન્ટ પોલીસ આરોપી આરીફનો મોબાઈલ ફોન FSLમાં મોકલશે.

સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરી રહી છે, તેમાં પણ આરોપીના મોબાઈલ ફોનમાંથી અનેક ચોકવાનારી હકકિત સામે આવી શકે છે

અત્રે ઉલ્લેખનીય છે કે આયેશાએ 25 ફેબ્રુઆરીએ આપઘાત કર્યો હતો. પરંતુ તે પહેલાં 2020માં આરિફ અને તેના પરિવાર સામે દબેજ અત્યાચારનો કેસ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. જેના લીધે આરિફ અને તેના પરિવારજનોની ધરપકડ પણ થઇ હતી. જો કે આરિફ અને તેના પરિવારજનો જામીન પર મુક્ત થઇ ગયા હતા. હવે આરિફના મળેલા ફોન પરથી આયેશા પર કરાતા દબાણ સહિતના પુરાવા મળવાની પોલીસને આશા છે.

હાલમાં પોલીસ આયેશા અને આરિફના મોબાઇલના વીડિયો, ઓડિયો દ્વારા કેસના પુરાવા શોધી રહી છે. સાથે મોબાઇલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેથી કોર્ટમાં કેસ ચાલે ત્યારે આરિફ અને તેના પરિવાર વિરુદ્ધ વોઇસ આઇડેટિફેકેશનના આ કેસમાં સાયન્ટિફિક પુરાવા તરીકે તેને રજૂ કરી શકાય

(8:46 pm IST)