Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાને લઈને વિધાનસભા ગૃહમાં ઘમાસાણ મચ્યું

ક્રિકેટ મેચ રમાતી તેની ટિકિટો પર સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ જ આવતું હતું:ભાજપે સરદારનું નામ ભૂસ્યું

ગાંધીનગર: હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાને લઈને વિધાનસભા ગૃહમાં ઘમાસાણ થયું હતુ. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને રૂપાણી સરકાર સામસામે આવી ગયા હતા.

24 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું, પરંતુ નવનિર્માણ થયા બાદ આ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી કરી દેવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ ઉભો કર્યો હતો.

આજે વિધાનસભા ગૃહમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામકરણનો મુદ્દો ચગ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું કે, સરદાર પટેલનું નામ ભૂસાઈ રહ્યું છે. રાજ્યપાલના પ્રવચન પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વિરજી ઠુમ્મરે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, અમારી પાર્ટીના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીએ જે સ્ટેડિયમ માટે જમીન ઉપલબ્ધ કરાવી, તેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતો. આ સ્ટેડિયમ પર અગાઉ જે ક્રિકેટ મેચ રમાતી તેની ટિકિટો પર સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ જ આવતું હતું. જો કે હવે ભાજપની સરકારે સ્ટેડિયમના નામમાંથી સરદાર પટેલનું નામ બાદ કરી નાંખ્યું છે. સરકાર સરદાર પટેલનું ભૂસી રહી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ મોટેરાના સ્ટેડિટમ સાથે નરેન્દ્ર મોદીનું નામ જોડાવા મામલે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સરદાર પટેલને નજરઅંદાજ કરીને હાંસિયા ધકેલી ગીધા હતા અને ગુજરાતના મહાસ સપૂતને ભારત રત્ન પણ નહતો આપ્યો. મોટેરામાં માત્ર સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 233 એકરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સાથે સરદાર પટેલનું નામ કાયમ માટે જોડાયેલુ જ રહેશે. કોંગ્રેસ નાહકનો વિરોધ કરી રહી છે

(8:19 pm IST)