Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહનુ કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત : કેવડીયા ખાતે યોજાઈ રહેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે

રાજનાથસિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી

રાજપીપડા :-  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ  નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ  કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. જયા  નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી  ડી. એ. શાહ, વડોદરા રેન્જના આઇજી શ્રી હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.

કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લઈ  ઉચ્ચાધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ સૌની સાથે તસવીર પડાવી હતી.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિલ્લા કલેકટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી  ડી. એ. શાહે કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પ્રતિકૃતિ અને કોફી ટેબલબુક સ્મૃતિચિન્હ રૂપે અર્પણ કરી હતી.

(6:50 pm IST)
  • સિડનીમાં શીખો પર હુમલો :કૃષિ કાયદાના વિવાદ કારણભૂત : ભારતના કૃષિ કાયદાને લઈને ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે મતભેદો વધ્યા :સિડનીના કેટલાક લોકોએ બેસબોલ અને ધોકાથી હુમલો કર્યો : સિડનીના હેરિસ પાર્કમાં અજાણ્યા લોકોના જૂથે બેઝબોલ બેટ, લાકડીઓ અને ધણ સાથે વાહન પર હુમલો કર્યો હતો access_time 12:57 am IST

  • દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ રાજ્યના ૩૪ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાની ઝડપ બમણી : મહારાષ્ટ્રના ૬, પંજાબના પાંચ, ગુજરાતના ૪ અને મધ્યપ્રદેશના ૩ જિલ્લામાં સ્થિતિ વણસી:કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના ૧૦૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે access_time 12:50 am IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST