Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ભિલોડા તાલુકાના ખીલોડા પાટિયા નજીક કાર ચાલકે સાઈડમાં રહેલ બાઇકને હડફેટે લેતા શખ્સનું સારવાર દરમ્યાન મોત

ભિલોડા:તાલુકાના ખિલોડા પાટીયા પાસે દસ દિવસ અગાઉ ગાડીના ચાલકે બેદરકારી પૂર્વક હંકારી રોડ સાઈડે ઉભી રહેલ બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક અને સવાર ને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન બાઈક ચાલકનું મોત નીપજયું હતું. આ અંગે  શામળાજી પોલીસ સ્ટેશને ગાડીના ચાલક સામે ફરીયાદ કરાઈ હતી.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દરામલી ગામના પુરૃષોત્તમભાઈ ચાવડા તેમની પત્ની સાથે તા.૨૨ ફેબુ્રઆરી ના રોજ નાંદીસણ ખાતે બાઈક લઈને ગયા હતા. ત્યાર બાદ બપોર ના સુમારે નાંદીસણ થી ઘરે પરત જઈ રહયા હતા ત્યારે ખિલોડા પાટીયા પાસે રોડ સાઈડમાં મોટર સાયકલ સાથે ઉભા રહયા હતા. તે  દરમ્યાન હિંમતનગર તરફથી આવી રહેલા ગાડી ના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક ઉપર સવાર પતિ-પત્નિ રોડ ઉપર પટકાયા હતા.

જયારે ગાડી રોડ સાઈડની ચોકડીમાં ખાબકી હતી જેમાં બાઈક ઉપર સવાર બંને પત્નિ-પતિ ને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.જયાં પુરૃષોત્તમભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જયારે અકસ્માત સ્થળે થી ગાડીના ચાલક ગાડી મૂકી ભાગી છુટયો હતો.જેથી આ અંગે દિપકભાઈ પુરૃષોત્તમભાઈ ચાવડા એ શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(6:17 pm IST)