Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વિરમગામ:અમદાવાદ જિલ્લાના નેશનલ હાઇવે નજીક સોકલી ગામે પીકઅપ વાહનના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી આઇશરને હડફેટે લેતા એક શખ્સનું ગંભીર ઇજાથી મોત

અમદાવાદ; જિલ્લાના નેશનલ હાઇ-વે સહિત મુખ્ય માર્ગ પર અકસ્માતના બનાવો દિન- પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વિરમગામ અમદાવાદ હાઇવે પર સોકલી ગામ પાસે પીકઅપ વાહનના ચાલકે પુરઝડપે અને ગફલતભરી હંકારી રોડની સાઇડમાં ઉભેલ આઇશર પાછળ અથડાયા બાદ એક વ્યક્તિને  ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે પોલીસે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પીકઅપ ડાલા નંબર એમ.પી. ૩૩ જી- ૧૭૭૪ લઈને મહેન્દ્રસિંહ વિઠ્ઠલાપુરથી વિરગામ થઈને સાણંદ વે બ્રિજ ખાતે જઈ રહ્યા હતા ત્યારે સોકલી ગામ પાસે રોડની સાઇડમાં ઉભેલ આઇશર સાથે પાછળના ભાગે પીકઅપ ડાલુ ભટકાતા શરીરના ભાગે ઈજાઓ થયેલ જેમને પ્રાથમિક સારવાર આપી સાણંદ ખાતે લાવેલ બાદમાં રતનપુરા ખાતે મોકલી બાદમાં તબિયત વધુ બગડતા કડી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જયાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરેલ આ બનાવની વધુ તપાસ વિરમગામ ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે.

(6:13 pm IST)