Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વિરમગામમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી પાડયો

વિરમગામ : વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે એક મારૂતિ કંપનીની સ્વિફ્ટ કાર જેનો નં. જીજે-૧૩ એઆર- ૦૬૬૪માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને માંડલ તરફથી વિરમગામ આવી રહી છે તે બાતમી આધારે ભોજવા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળી ગાડી આવતાં હાથના ઇશારાથી રોકતા ગાડીની અંદર તપાસ કરવામાં આવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૩૩૧ જેની કિંમત રૂા. ૩૩૧૦૦ અને ગાડીની કિંમત ૭૦૦૦ મળી રૂા. ૫૩૩૯૦૦ના મુદ્દામાલ મુદ્દામાલ સાથે આરોપી લાલજીભાઈ હાથીભાઈ ભરવાડ (રહે. જરવાલા)ની ધરપકડ કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(6:13 pm IST)