Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

હવે ધોમધખતા તાપનો પ્રારંભ થતા લુ લાગવાથી બચવા માટે દરરોજ એક ચમચી ગુલકંદનું સેવન કરવુ ગુણકારી

અમદાવાદઃ ગુલકંદ ખાવાથી ગરમી ઓછી થઈ જાય છે. ગુલકંદમાં વિટામિન સી, ઇ અને બી મળી આવે છે. 2 ચમચી ગુલકંદ ખાવાથી લુ થી રાહત મળે છે. ડાયાબિટીઝવાળા લોકોએ ગુલકંદ ખાવામાં ખૂબ કાળજી લેવી જોઈએ. કારણ કે તેમાં ખાંડ હોય છે.

હૃદય રોગમાં રાહત

અર્જુન વૃક્ષની છાલ અને દેશી ગુલાબનો ઉકાળો પીવો, જો ધબકારા વધારે હોય તો તેની ગુલાબની સૂકી પાંદડીઓને ઉકાળીને પીવો. જો આંતરડામાં ઘા હોય તો 100 ગ્રામ મૂળેઠી, 50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ ગુલાબની પાંખડી ત્રણેયને મિક્સ કરીને 10 ગ્રામ લો. તેનો 100 ગ્રામ પાણીમાં ઉકાળો બનાવો અને તેણે પીવો.

પાણીની કમીને દૂર કરશે

ગુલકંદમાં ગુલાબનો રસ હોય છે જે શરીરને ઠંડક આપે છે. ગુલકંદ શરીરને ડિહાઇડ્રેશનથી સુરક્ષિત કરે છે અને સ્વસ્થ રાખે છે. ગુલકંદથી પેટમાં ઠંડક થાય છે. ગુલકંદએ નરમ ટોનિક છે જે ઉનાળા દરમિયાન ઉર્જા આપે છે, ગુલકંદ ખાવાથી થાક, આળસ, સ્નાયુમાં દુખાવામાં રાહત મળે છે..

સૂર્યપ્રકાશ સામે રક્ષણ

ગરમીમાં બહાર નીકળતા પહેલા 2 ચમચી ગુલકંદ ખાઓ. આ તમને સનસ્ટ્રોક સામે રક્ષણ આપશે અને તડકો નહીં લાગે. આ ઉપરાંત તે ગરમીને કારણે થતાં નાકમાંથી રક્તસ્રાવ પણ રોકે છે.

ચહેરાને ચમકદાર બનશે

ગુલકંદ ત્વચા માટે ખૂબ જ સારુ છે. ગુલકંદ ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે કારણ કે તે અંદરથી લોહી સાફ કરે છે. તે બ્લેકહેડ્સ, ખીલ અને પિમ્પલ્સ જેવી ત્વચાની સમસ્યાઓને દૂર કરે છે.

સગર્ભા માટે લાભદાયી

સગર્ભા સ્ત્રીઓ ગુલકંદ ખાઈ શકે છે... ગુલકંદ એકદમ સલામત છે. જો સગર્ભાવસ્થામાં કબજિયાતની ફરિયાદ હોય, તો તમે તેમાંથી પણ છૂટકારો મેળવી શકો છો.

વજન ઘટશે

ગુલકંદમાં લૈકસેટિવ અને ડ્યુરેટિક ગુણધર્મો હોય છે જે ચયાપચયને તીવ્ર બનાવે છે. જો તમારું મેટાબોલિઝમ ઝડપી છે, તો તમે તમારું વજન સરળતાથી ઉતારી શકશો. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવો તો રોજ 20 ગુલાબની પાંખડી પાણીમાં ઉકાળો અને તે ગાળીને તેમાં મધ નાખો અને દિવસમાં બે વાર પીવો.

મોઢાના ચાંદામાં રાહત

જો તમારા પેઢામાં સોજો રહે છે, તો એક ચમચી ગુલકંદ સવારે અને સાંજે ખાઓ. આનાથી, પેઢા માં સોજો કે રક્તસ્રાવની સમસ્યા ઓછી થાય છે. આની સાથે ગુલકંદ ખાવાથી મોઢાના ફોલ્લાઓ પણ દૂર થાય છે.

(5:29 pm IST)
  • ચીને સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યું:ચીને સંરક્ષણ બજેટને પહેલીવાર ૨૦૦ અબજ ડોલરથી વધુ રકમ સુધી વધાર્યું ચીનનું સંરક્ષણ બજેટ ભારતથી ૩ ગણું વધારીને ૨૦૯ અબજ ડોલર કરાયું: એશિયામાં શસ્ત્ર દોટ વધવાની શકયતા access_time 12:46 am IST

  • નીતિનભાઈ પટેલ અને તેમના પત્નીઍ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો : અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં રાજયના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને તેમના ધર્મપત્નિઍ આજે કોરોનાની વેક્સીન મૂકાવી હતી : લોકોને પણ આ વેક્સીન મૂકાવવા અપીલ તેમણે કરી હતી access_time 11:29 am IST

  • અમે ટ્રેક્ટરમાં પંખા ફિટ કર્યા છે જે ઉનાળાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમૃતસરથી દિલ્હી જવા રવાના થશે અને મચ્છરોને દૂર રાખવા અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે જાળીઓ પણ મૂકી છે. સરકાર ખેતીના નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું - એસ.એસ.પંધર, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના રાજ્ય સેક્રેટરી access_time 9:23 pm IST