Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જૂનાગઢના પૂર્વ સાંસદ - કેબિનેટ મંત્રી મોહનભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. પ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે જૂનાગઢના પૂર્વ સાંસદ, ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને અગ્રણી શિક્ષણવિદ્ મોહનભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવીને પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

તેમણે કહ્યું હતું કે, કડવા પટેલ સમાજના મોભી, દીર્ઘદૃષ્ટા અને શિક્ષણવિદ્ અને મો. લા. પટેલથી ઓળખાતા મોહનભાઈ પટેલના અવસાનથી સમાજ – રાજ્યને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.

(4:50 pm IST)
  • વૃધ્ધ દંપતિની હત્યા : અમદાવાદમાં ડબલ મર્ડરનો સનસનીખેજ કિસ્સો સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિની કરાઇ હત્યા ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ access_time 2:33 pm IST

  • દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ રાજ્યના ૩૪ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાની ઝડપ બમણી : મહારાષ્ટ્રના ૬, પંજાબના પાંચ, ગુજરાતના ૪ અને મધ્યપ્રદેશના ૩ જિલ્લામાં સ્થિતિ વણસી:કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના ૧૦૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે access_time 12:50 am IST

  • કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસી:વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું: ભારતે કોવિડ -19 સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી access_time 12:21 am IST