Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વેકસીન લેવાની ટકાવારીમાં રાજકોટનો ડંકોઃ ગુજરાતમાં પ્રથમ નંબર

ડોઢ મહિનામાં ૩૧ હજારથી વધુ નાગરીકોએ લીધી રસીઃ ટકાવારીમાં અવ્વલઃ માત્ર ચાર દિવસમાં ૧૧ હજાર વડીલોએ મુકાવીઃ આજ બપોર સુધીમાં ૨૫૪૭ નાગરીકોએ લાભ લીધો

રાજકોટ,તા.૫: કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરમાં ૧૬ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ ંકોરોના સામેની રસીકરણનો પ્રારંભ થયો છે. જે અન્વેય આજ દિન સુધીમાં  ૩૧ હજારથી વધુ નાગરીકોએ રસી લેતા સમગ્ર રાજયમાં નક્કી કરેલ લક્ષ્યાંકની ટકાવારીની દ્રષ્ટ્રીએ રાજકોટ પ્રથમ હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગે સતાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજય સરકારનાં માર્ગદર્શન મુજબ તા.૧૫ જાન્યુઆરીથી કોરોના સામેની રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં ડોકટર અને નર્સીંગ સ્ટાફ અને ફ્રન્ટલાઇન વર્કર અને ૧ માર્ચથી શહેરના ૬૦ વર્ષથી મોટી ઉમરના ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકોએ કોરોના સામેની રસી મુકાવી હતી. દરકિયાન આજદિન સુધીમાં શહેરનાં ૩૧ હજારથી વધુ નાગરીકોએ રસી લીધી છે. નક્કી કરેલ લક્ષ્યાંક મુજબની ટકાવારીની દ્રષ્ટ્રીએ વેકિસન લેવામાં સમગ્ર રાજયમાં રાજકોટ પ્રથમ ક્રમાંકે છે.

શહેરમાં મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલની સુચનાથી મ.ન.પા.નાં આરોગ્ય અધિકારી ડો.લલીત વાંઝા અને નાયબ આરોગ્ય રધિકારી ડો.પી.પી. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ લોકોને મુશ્કેલી ન પડે તે રીતે તબક્કા વાઇઝ વિવિધ સ્થળોએ વેકિસન આપવામાં રહી છે અને સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

ન્યુ.રાજકોટમાં બહોળો પ્રતિસાદ

સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ ન્યુરાજકોટ એટલેકે વેસ્ટ ઝોનમાં વેકસીન લેવામાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.જયારે સામાકાંઠાનાં ઇસ્ટ ઝોન વિસ્તારમાં ઓછો ઉત્સાહ દેખાય રહ્યો છે.

સવારનાં ૯થી ૫ સુધી વેકિસન અપાય છેઃ રવિવારે બંધ

હાલમાં ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો સહિત કુલ ૩૮ સ્થળોએ સવારનાં ૯ વાગ્યાથી સાંજનાં ૫ વાગ્યા સુધી રસી આપવામાં આવી રહી છે.  શહેરમાં ૫૫,૬૭૦ ટોટલ ડોઝ આવ્યા છે.

આજ બપોર સુધીમાં ૨૫૪૭ નાગરિકોએ લીધી રસી

મહાનગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓએ કોરોના રસીનો પ્રથમ તબક્કાનો બીજો ડોઝ લીધો હતો. આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૧૧૧, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૨૯૦, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧૯૫૦  અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૧૯૬ લોકો સહિત કુલ ૨૫૪૭ નાગરિકોએ રસી લીધી.

(5:08 pm IST)