Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે સહાય

રાજકોટ, તા.૫: રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સામાજિક, શૈક્ષણિક વર્ગના, વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રોત્સાહન સહાય આપવા અંગે પરિપત્ર પ્રસિધ્ધ કરાયા છે.

પરિપત્રમાં જણાવાયુ છે અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાની જેમ હાલની બજેટ જોગવાઇની મર્યાદામાં જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગ ઉપરાંત (૧) ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (જીએસએસએસબી) (ર) રાજય પાલીસ ભરતી, (૩) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (જીપીએસબી) વગેરે તેમજ કેન્દ્ર કક્ષાની (૧) બ્રેકિંગ, (ર) રેલ્વે (૩) આર્મી ભરતી (૪) સેન્ટ્રલ પોલીસ ફોર્સ (CRPF, BSF, CISF) વગેરે અને (પ) સ્ટાફ સિલેકશન કમિશન (એસએસસી) વગેરે દ્વારા લેવાતી વર્ગ-૧, ૨ અને ૩ની ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય તરીકે વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦/ અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય (ડી.બી.ટી) તરીકે આપવાનું ઠરાવાયુ છે.

(2:47 pm IST)
  • રાજ્યોમાં દેશના ૮૪% નવા કોરોના કેસ નોંધાયા : ફરી ભયજનક સ્થિતિ સર્જાતી જાય છે : મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ રોજ નોંધાતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસમાં ૮૪.૪૪ ટકા નવા કોરોના કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રની મોદી સરકારની સત્તાવાર જાહેરાત. access_time 4:38 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST

  • નરેન્દ્રભાઇની હાજરીમાં મિથુનદા ભાજપમાં જોડાશે : બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ રહયા છે. તેઓ કોલકતા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. access_time 4:39 pm IST