Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાહુલના મત વિસ્તાર વાયનાડમાં ૪ કોંગ્રેસી નેતાઓના રાજીનામા

અસંતુષ્ઠોને મનાવવા હાઇકમાન્ડના પ્રયાસો

વાયનાડ : કેરળ વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીના મત વિસ્તાર વાયનાડ અને પલક્કડમાં કોંગ્રેસમાં ફુટફાટ બહાર આવી રહી છે. રાજ્યમાં ૬ એપ્રિલે થનાર ચૂંટણી પહેલા કેટલાય કોંગ્રેસી નેતાઓએ પક્ષનો હાથ છોડી દીધો છે. વાયનાડ જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં ૪ કોંગ્રેસી નેતાઓ પક્ષથી અલગ થઇ ગયા છે વાયનાડ લોકસભા વિસ્તારમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાંસદ છે એટલે પક્ષમાં પડેલ ભંગાણ બાબતે હાઇકમાન્ડ હરકતમાં આવી ગયુ છે. અને સીનીયર નેતાઓને અસંતુષ્ઠોને મનાવવાના કામે લગાડી દેવાયા છે.

(2:43 pm IST)
  • બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ સિંહના મોત નિપજ્યા ગાંધીનગર આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ જેટલા એશિયાટીક સિંહના મૃત્યુ થયા છે. access_time 1:00 pm IST

  • કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસી:વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું: ભારતે કોવિડ -19 સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી access_time 12:21 am IST

  • અમે ટ્રેક્ટરમાં પંખા ફિટ કર્યા છે જે ઉનાળાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમૃતસરથી દિલ્હી જવા રવાના થશે અને મચ્છરોને દૂર રાખવા અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે જાળીઓ પણ મૂકી છે. સરકાર ખેતીના નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું - એસ.એસ.પંધર, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના રાજ્ય સેક્રેટરી access_time 9:23 pm IST