Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળામાં વીજળીની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી:સરકારે કર્યો ખુલાસો

5,353 સરકારી જ્યારે 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની પણ સુવિધા નથી.

અમદાવાદ : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારના ગામેગામ, ઘરેઘરે વીજળીના દાવા વચ્ચે ખુદ રાજ્ય સરકારે આ સ્પષ્ટતા કરી છે. રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં આ ખુલાસો કર્યો છે. જેમાં મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરની 2 પ્રાથમિક શાળાઓમાં વીજળી નથી.

 રાજ્યની 5,353 સરકારી જ્યારે 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની પણ સુવિધા નથી.

 

(2:05 pm IST)