Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વડોદરા બાદ આણંદમાં સામૂહિક આપઘાત: માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા પીધી :: માતા-પુત્રનું મોત : પુત્રીની હાલત ગંભીર

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા પરિવારને આર્થિક સંકડામણ: છેલ્લા 10 મહિનાથી ધંધો બરાબર ચાલતો ન હતો.

રાજ્યમાં એક બાદ એક આપઘાતના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદની આયેશાનો કિસ્સો હોય કે પછી વડોદરામાં સોની પરિવારનાં સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ. હવે આણંદમાંથી સામૂહિક ઘટનાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદમાં માતાએ પોતાના બે સંતાનો સાથે ઝેરી ગોળીઓ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક પુત્રનું મોત થયું છે જ્યારે બીજી પુત્રી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

આણંદની જીવનદીપ સોસાયટીમાં રહેતાં પ્રકાશભાઈ શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. તેમના પરિવારમાં 38 વર્ષીય પત્ની ટીના શાહ અને બે સંતાનો જેમાં મોટી દીકરી 15 વર્ષીય તૃષ્ટિ અને 12 વર્ષીય મીત હતો. હાલની કોરોનાની પરિસ્થિતિને કારણે છેલ્લા 10 મહિનાથી પ્રકાશભાઈનો ધંધો બરાબર ચાલતો ન હતો. અને ઘરમાં આર્થિક સંકડામણ હતી. પણ તેઓનો પરિવાર આ અંગે કોઈને કહી શકતો ન હતો.

પ્રાથમિક દ્રષ્ટિએ આર્થિક સંકડામણને કારણે ટીનાબહેને પોતાના પુત્ર અને પુત્રી સાથે ગત બપોરે ઝેરી દવાઓ ખાઈ લીધી હતી. જે બાદ તાત્કાલિક તમામને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ગત રાત્રિએ જ ટીનાબહેન અને 12 વર્ષીય પુત્ર મીતનું મોત નિપજ્યું હતું. જ્યારે 16 વર્ષીય તૃષ્ટિ જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. અને ડોક્ટર તેને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

(1:44 pm IST)
  • મ્યાંમારમાં ભારે હિંસા : 19 પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા : માંગ્યું શરણ : આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા:બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ : તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા access_time 1:13 am IST

  • ભારતીય ઉદ્યોગપતિ રમેશ રામકૃષ્ણન દ્વારા પ્રમોટ કરાયેલ દુબઈ સ્થિત ટ્રાંસવર્લ્ડ ગ્રૂપે રાજ્ય માલિકીની સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિ. સાથે ગુજરાતમાં કાર્ગો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સુવિધા રૂ. 200 કરોડના રોકાણ સાથે બનાવવા માટે કરાર કર્યો છે : આ યોજના આત્મનિર્ભાર ભારત પહેલના ભાગરૂપે, ચીન દ્વારા વર્ચસ્વ ધરાવતા કાર્ગો કન્ટેનર બિઝનેસમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે. access_time 10:32 pm IST

  • રાજ્યોમાં દેશના ૮૪% નવા કોરોના કેસ નોંધાયા : ફરી ભયજનક સ્થિતિ સર્જાતી જાય છે : મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ રોજ નોંધાતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસમાં ૮૪.૪૪ ટકા નવા કોરોના કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રની મોદી સરકારની સત્તાવાર જાહેરાત. access_time 4:38 pm IST