Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મોરબીના ખેતી, ઉદ્યોગ સહિતના પ્રશ્‍નો બ્રિજેશભાઇ મેરજાએ વિધાનસભામાં ઉઠાવ્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૫: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્‍યારે મોરબી-માળિયાના ધારાસભ્‍ય બ્રિજેશભાઈ મેરજાએ કાર્યવાહીમાં ભાગ લઈને મોરબી પંથકના ખેતી, ઉદ્યોગ, રોજગાર, રસ્‍તાઓ અંગે જુદા જુદા પ્રશ્નો ઉઠાવતા હતા.

મોરબીને સૂર્ય ગુજરાત યોજનાનો લાભ મળે તે માટે પુછાયેલ પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીએ જીલ્લામાં સોલાર રૂકટોપ અંતર્ગત ૧૪૪૮ દ્યર વપરાશના વીજ ગ્રાહકોની એકત્રિત ક્ષમતા ૫૨૯૬ કિલોવોટની રહી હોવાનું જણાવ્‍યું હતું ગરીબોની બેલી એવી સત્‍યવાદી હરિશ્ચન્‍દ્ર મરણોતર સહાય યોજના અંગેના પ્રશ્નમાં ૧૨૦ વ્‍યક્‍તિને રૂ ૬ લાખ ચૂકવાય ગયાનું જણાવ્‍યું હતું.

ખેડૂતોના પાક ખેતરમાં ન બગડે તે માટે કેપિટલ ગોડાઉન પદ્ધતિ અમલમાં છે ત્‍યારે ખેડૂતોની ચિંતા કરતા ધારાસભ્‍યે પૂછ્‍યું કે મોરબી જીલ્લામાં ૨૫ ટકા કેપિટલ ગોડાઉન ક્ષમતામાં વધારો થયો છે ખડેપગે લોકોની સુરક્ષા માટે કાર્યરત રહેલા પોલીસના આરોગ્‍ય ચકાસણી અન્‍વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મારફત ૨૦૯૮ આરોગ્‍ય તપાસની કરાયાનું રાજયગૃહ મંત્રીએ જણાવ્‍યું હતું.

ખાનગી ઉદ્યોગ દ્વારા રોજગારી મળે તે હેતુસર પુછાયેલ પ્રશ્નમાં નાના અને મધ્‍યમ ઉદ્યોગને વધુ આવે તે માટે માઈક્રો, સ્‍મોલ અને મીડીયમ એકદમ ૫૬૫ નવા પ્રસ્‍થાપિત થતા ૫૪૬ ને રૂ ૮૫ લાખના સહાયની માહિતી મળી હતી બ્રિજેશભાઇ મેરજાએ બજેટમાં મોરબી માટે બજેટમાં સ્‍માર્ટ જીઆઈડીસી નવલખી બંદરની માળખાકીય સુવિધા વધારવા રૂ ૧૯૨ કરોડની ફાળવણી નવી જેટી બાંધવા, મોરબીમાં ૩૦૯ કરોડના રોડના કામો ઉપરાંત મેડીકલ કોલેજ અંતર્ગત હોસ્‍પિટલ અપગ્રેડ કરવા રૂ ૫૦ કરોડની ફાળવણી કરવા બદલ મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી ઉપરાંત પ્રભારીનો આભાર માન્‍યો હતો.

(11:25 am IST)