Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સુરત મનપાના ઐસીસ્ટન્ટ ઈજનેર જીગ્નેશ મોદી 15 હજારની લાંચ લેતા ઝડપાયો

મહિને 1.10 લાખનો પગાર છતાં કોન્ટ્રાકટર પાસેથી ડ્રેનેજનાં જોડાણ મજૂર કરવા માટે 15 હજારની લાંચ સ્વીકારતા સપડાયો

સુરત મહાનગરપાલિકાનાં રાંદેર વેસ્ટ ઝોનમાં ડ્રેનેજ વિભાગની ઓફિસમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ નટવરલાલ મોદી 15 હજારની લાંચમાં એસીબીનાં જાળમાં ફસાયા છે.

  આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીનો મહિને 1.10 લાખનો પગાર હોવા છતાં કોન્ટ્રાકટર પાસેથી ડ્રેનેજનાં જોડાણ મજૂર કરવા માટે 15 હજારની લાંચ છેલ્લા એક અઠવાડિયાથી માંગતો હતો. જેનાથી કંટાળી પ્લમ્બીંગ કોન્ટ્રાકટરે એસીબીનો સંપર્ક કર્યો હતો

 . રાંદેર વેસ્ટ ઝોનની ડ્રેનેજ વિભાગની ઓફિસમાં ગુરુવારે એસીબીનાં સ્ટાફે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીને 15 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો. જિજ્ઞેશ મોદીએ લાંચની રકમ ખિસ્સામાં મુકતાની સાથે એસીબીની એન્ટ્રી પડતા તેનો પસીનો છુટ્ટી ગયો હતો

 . એસીબીએ મોડીસાંજે પાલિકાનાં આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ નટવરલાલ મોદી(ઉ,વ,50)(રહે,મારૂતિ રો હાઉસ,હનીપાર્ક રોડ,અડાજણ)ની સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આસિસ્ટન્ટ ઈજનેરનાં નોકરીનાં 8 વર્ષ બાકીછે

   જહાંગીરપુરામાં બિલ્ડરનો એક હાઇરાઇઝ પ્રોજેકટ છે. જેમાં 120 ફલેટ છે. હાઇરાઇઝ પ્રોજેક્ટમાં ડ્રેનેજનાં જોડાણની કાર્યવાહી માટે રાંદેર ઝોનની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. ડ્રેનેજ જોડાણો મંજૂર કરવા માટે પાલિકાનાં આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીએ એક ફલેટ દીઠ 150 રૂપિયા લેખે 18 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેમાં રકઝક બાદ અંતે 15 હજારની રકમ આપવાનું નક્કી થયું હતું.

(11:00 am IST)