Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાજ્યના છ મહાનગર પાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે સોમવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અલગ અલગ સમિતિઓના ચેરમેનના નામ પર આખરી મહોર લાગશે

અમદાવાદ તા. ૫ : ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આ મહાનગર પાલિકામાં હોદ્દેદારોનીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૮ માર્ચના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે.

પ્રદેશ પ્રમુખ આર.સી. પાટિલના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અલગ અલગ સમિતિઓના ચેરમેનના નામ પર આખરી મહોર મારવામાં આવશે.

(1:04 pm IST)
  • કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસી:વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું: ભારતે કોવિડ -19 સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી access_time 12:21 am IST

  • યોગી આદિત્યનાથ સરકાર દુનિયાભરના રામ ભક્તોને એક અનોખી ભેટ આપવા જઈ રહી છે. રામાયણ ના વૈશ્વિક એનસાયકલોપેડિયાની પ્રથમ આવૃત્તિ પ્રકાશન માટે તૈયાર થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથ, જાનકી નવમીના અવસરે આ ઐતિહાસિક આવૃત્તિનું વિમોચન કરશે. access_time 11:11 pm IST

  • ઇંધણના ભાવમાં આગ એંધાણ : ઓપેક દેશોએ ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત વધવા છતાં ઓઇલ ઉત્પાદક ઓપેક દેશોએ ગ્લોબલ ઇકોનોમિક રિકવરી સ્થિર ન બને ત્યાં સુધી વધુ એક મહિનો ઉત્પાદનમાં કાપ લંબાવ્યો access_time 12:48 am IST