Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજ્યના છ મહાનગર પાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે સોમવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે

મેયર, ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અલગ અલગ સમિતિઓના ચેરમેનના નામ પર આખરી મહોર લાગશે

અમદાવાદ : ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આ મહાનગર પાલિકામાં હોદ્દેદારોનીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 8 માર્ચના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે.

 પ્રદેશ પ્રમુખ આર.સી. પાટિલના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ .રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અલગ અલગ સમિતિઓના ચેરમેનના નામ પર આખરી મહોર મારવામાં આવશે.

(12:45 am IST)