Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

અમદાવાદના સોલામાં બર્ડફલુનો કેસ નોંધાયો : સોલા વાઘરીવાસના મરઘાનું સેમ્પલ પોઝીટીવ : એક કિમિ,ની ત્રિજીયામાં પ્રતિબંધ લદાયો

પક્ષીઓ, ઇંડા, મૃત પક્ષી/મરઘાંનો અગાર જેવી વસ્તુઓના ઉપયોગ/વેચાણ/ખરીદી પર પ્રતિબંધ: 0 કિલોમીટર ત્રિજયાવાળા વિસ્તારને એલર્ટ ઝોન જાહેર

અમદાવાદ જિલ્લા સોલા વાઘરી વાસ ખાતે આવેલા મરઘાં પક્ષીના સેમ્પલનું પરિણામમાં બર્ડ ફલૂ પ્રભાવિત જણાઇ આવ્યું છે. આ રોગચાળાને પ્રસરતો અટકાવવા માટે અમદાવાદ જિલ્લા કલેકટર તરફથી સોલા વાઘરી વાસના એક કિલોમીટરની ત્રિજયામાં કેટલાંક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તેની સાથે 10 કિલોમીટર ત્રિજયાવાળા વિસ્તારને એલર્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાં પક્ષીઓ, ઇંડા, મૃત પક્ષી/મરઘાંનો અગાર જેવી વસ્તુઓના ઉપયોગ/વેચાણ/ખરીદી પર પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

આ અમલ આજથી એટલે ગુરુવારે 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરવા માટેની સત્તા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ પોલીસ અધિકારીને સત્તા આપવામાં આવી છે. પ્રતિબંધોનો ચુસ્તપણે અમલ થાય તે માટે સંબંધિત વિભાગો જેવા કે પોલીસ, પશુપાલન, વન, જિલ્લા પંચાયત તેમ જ મહાનગરપાલિકાના સંબંધીઓએ નિયમોનુસાર કાર્યવાહી કરવાની રહેશે

અમદાવાદ જિલ્લા કલેકટરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લા સોલા વાઘરી વાસ ખાતે આવેલા મરઘાં પક્ષીના નમૂનામાં બર્ડ ફલૂ પ્રભાવિત જણાઇ આવેલ છે. જેથી બર્ડ ફલૂનો રોગચાળો પક્ષીઓમાં ફેલાઇ રહ્યો હોવાનું જણાય છે. રોગચાળા ભાગ્યે જ માણસમાં ફેલાય છે. આ રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે. આ રોગ એવિયન ઇન્ફલૂએન્જા (એચ5એન1) વાયરસ દ્વારા ફેલાય છે. અને જલદીથી પ્રસરી શકે છે.

આ રોગના સંક્રમણ વખતે પક્ષીઓને શ્વાસોશ્વાસ સંબંધે તથા આંખોમાં લાલાશ જેવા ચિન્હો જણાય છે. જેમાં ખાંસી નાકમાંથી પાણી પડવું, નબળાઇ જેવા ચિન્હો જોવા મળે છે. આ ચેપી પક્ષીઓમાં ફેલાઇ શકે છે. બર્ડ ફલૂ સંક્રમિત પક્ષીઓના ચેપ તેના સીધા સંપર્કમાં આવનારા મનુષ્યને લાગવાની પુરી શક્યતાને ધ્યાનમાં લઇને સાવચેતી રાખવી આવશ્યક છે. જેથી ગંભીર ચેપી રોગ ફેલાતો અટકાવવા જાહેર હિતમાં કેટલાંક નિયંત્રણો મૂકવા જરૂરી જણાય છે

ચેપગ્રસ્ત વિસ્તારમાં કરવાના થતાં કુત્યો

એક કિ.મી. ત્રિજયામાં મરઘાંઓને તાત્કાલિક આર.આર.ટી. ટીમ દ્રારા વૈજ્ઞાનિક ઢબે કલીંગ ( મારી નાંખવા )નું રહેશે. તેમ જ મરઘાંના ઇંડા અને મરઘાંના ખાદ્ય પદાર્થ તેમ જ મરઘાંઓની અગારનો પણ વૈજ્ઞાનિક ઢબે નાશ કરવાનું રહેશે.

પ્રતિબંધિત ક્ષેત્રમાં મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારીને તેમ જ તેના ઇંડા અને મરઘાંઓના ખોરાક એ જ જગ્યા પર પંચનામું કરી તેનો અહેવાલ કાર્યવાહી મુજબ કરવી.

પ્રતિબંધિત ક્ષેત્રમાં મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારેલા મરઘાંઓને અને નષ્ટ કરેલ પક્ષીઓના ઇંડા અને ખાદ્ય પદાર્થના ઇંડા નુકસાનની ભરપાઇ સરકારના ડીઝાસ્ટર એક્ટ મુજબ વળતરની રકમ આપવાની કાર્યવાહી તાત્કાલિક કરવાની રહેશે.

પ્રતિબંધિત ક્ષેત્રમાં મરઘાંઓને રાખવામાં આવેલા શેડ તથા પાંજરાઓને 2 ટકા સોડિયમ હાઇપોક્લોરાઇડ અને પોટેશિયમ પરમેર્ગેન્ટ દ્રારા જંતુ મુક્ત કરવું.

સર્વેલન્સ વિસ્તાર (1થી 10 કિલોમીટર) Flu

આ વિસ્તારમાં કોઇપણ વાહન અસરગ્રસ્ત ફાર્મ કે ચેપી વિસ્તારની અંદર જવા કે બહાર લાવવા ઉપર

મરઘાપાલનને લગતી કોઇપણ પ્રવુત્તિ જેવી ઇંડા, મરઘાં, મરેલાં મરઘાં, મરઘાંનો અગાર તથા મરઘા ફાર્મની સાધન સામગ્રી આ ચેપી વિસ્તારની અંદર જવા અથવા બહાર લાવવા ઉપર, સાથે સાથે એલર્ટ ઝોનની અંદર અથવા બહાર પણ આવી વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ રહેશે.

મરઘાં ફાર્મની અંદર કામ કરતા માણસોએ રક્ષણાત્મક પહેરવેશ પહેરવાનો રહેશે. દા.ત. ફેસ માસ્ક, મોજાં, ગમબુટ, ડીસ્પોઝેબલ ગ્લોઝ વગેરે

અસરગ્રસ્ત ફાર્મની અંદર કે બહાર જવાની અવરજવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેશે. અન્યથા પ્રતિબંધિત ગણાશે.

પોલ્ટ્રી ફાર્મ માલિકોએ પોલ્ટ્રીમાં રાખવામાં આવેલા મરઘા, પોલાટ્રી શેડ, તથા પાણીના સંપર્કમાં બહારથી આવતાં પક્ષીઓ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

અસરગ્રસ્ત પોલટ્રી ફાર્મના કર્મચારીઓ અન્ય પોલ્ટ્રી ફાર્મ/ પક્ષી અભયારણ્ય/પ્રાણી સંગ્રહાલયની મુલાકાત ઉપર

રોગ મુક્તિ સુધી ચેપીગ્રસ્ત વિસ્તારમાં રહેતાં પક્ષીઓ/મરઘાંઓ પુન મૂકવા, બહાર લાવવા કે ઉપયોગ કરવા ઉપર

રોગ મુક્તિ સુધી ચેપીગ્રસ્ત વિસ્તારમાં રહેતાં પક્ષીઓ/ મરઘાંઓ પુન મૂકવા, બહાર લાવવા કે ઉપયોગ કરવા ઉપર

ચેપગ્રસ્ત વિસ્તારમાં આવેલા મરઘા બજાર, ખુલ્લા મેદાનમાં વેચાણ કરવા કે દુકાનો પાસેથી વેચાણ કરવા ઉપર

ચેપ ન લાગે તે માટેના તમામ રક્ષણાત્મક તકેદારીના પગલાં દરેકે લેવાના રહેશે.

(11:10 pm IST)