Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

નર્મદા જિલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ દર્દી જોવા મળતા જિલ્લાનો કુલ આંક 1906 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં નાંદોદના આમલેથામાં-01અને ગરડેશ્વર કેવડીયા ટેન્ટસિટી માં-01 મળી જિલ્લામાં કુલ 02 પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 06 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં 07 દર્દી દાખલ છે,આજે 08 દર્દીને રજા અપાઈ છે, આજ સુધી જિલ્લામાં કુલ 1889 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1906 પર પહોંચ્યો છે.આજે વધુ 687 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:54 pm IST)