Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કાળી છે, તને કોણ રાખે કહી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ

લોકડાઉન બાદથી ઘરેલુ હિંસામાં વધારો : સીટીએમમાં રહેતી ૩૪ વર્ષીય મહિલા પરિવારને મદદ કરવા નોકરી કરતી જેનો પૂરો પગાર પતિ લઈ લેતો હતો

અમદાવાદ, તા. : છેલ્લા કેટલાક સમયથી તેમાં પણ કોરોનાના લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના બનાવોએ જાણે કે માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે. રોજ બરોજ દહેજ, પુત્રની ઘેલછા કે પછી અન્ય કારણોસર મહિલા પર અત્યાચારના અનેક બનાવો સામે આવે છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેર માં જોવા મળ્યો છે. શહેરના સીટીએમ વિસ્તારમાં રહેતી મહિલાને તેનો પતિ તથા સાસરીયા તું કાળી છે તને કોણ રાખે તેમ કહીને ત્રાસ આપતા મહિલાએ પતિ અને સાસરીયા વિરુદ્ધ શારીરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. હાલમાં સીટીએમ વિસ્તારમાં રહેતી મહિલા ૩૪ વર્ષીય મહિલાના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નની શરૂઆતમાં તેને સારી રીતે રાખ્યા બાદ બે માસ પછી તેના પતિ તથા સાસુ સસરાએ ઘરકામ બાબતે તેને હેરાન કરવાનુ શરૂ કર્યુ હતુ.

મહિલા પરિવારને મદદ કરવા માટે નોકરી કરતી હતી. પરંતુ તેનો પતિ આખો પગાર લઈ લેતો હતો. દરમિયાન મહિલાએ દિકરાને જન્મ આપ્યો હતો, સંજોગોમાં તેને બાળકની જવાબદારી હોવા છંતા પતિ દ્રારા નોકરી કરવા બળજબરી કરવામાં આવતી હતી.

બાબતે સાસુ સસરાને વાત કરતા તેઓ પણ કહેતા હતા કે તુ કાળી છે તને કોણ રાખે તારે તો સહન કરવું પડશે તેમ કહી પરેશાન કરતા હતા. મહિલાનો પતિ અલગ અલગ નંબર પર વાત કરતો હોવાથી બાબતે મહિલા વાત કરતા તેને બિભત્સ ગાળો બોલી માર મારતો હતો.

સ્થિતમાં કંટાળી ગયેલી મહિલાને સાસરીયાઓએ ઘરમાંથી ધકકા મારી કાઢી મુકતા તેણે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ અને સસરા વિરુદ્ધ શારીરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(8:43 pm IST)
  • રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું: ૩૯ ડીગ્રી : ગરમીમાં ધીમે- ધીમે વધારો થઈ રહ્યો છેઃ આજે બપોરે રાજકોટમાં મહતમ તાપમાન ૩૮.૪ ડીગ્રી નોંધાયું છેઃ આજે સાંજે સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો સંભવ છેઃ આમ, આજે સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશેઃ હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ બે- ત્રણ દિવસ ગરમીનો દોર જારી રહેશે access_time 4:39 pm IST

  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST