Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ગુજરાતમાં ગુરુવારે રસીકરણને અભૂતપૂર્વ પ્રતિસાદ : એક જ દિવસમાં 1,31,969 લોકોએ રસી મુકાવી

અત્યાર સુધી કુલ 11,09,515 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 2,45,010 વ્યક્તિઓના કોરોના વેક્સીનના બીજા ડોઝનનું રસીકરણ પૂર્ણ

અમદાવાદ : સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો બીજા તબક્કો શરૂ થયો છે. આ રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 વર્ષથી 60 વર્ષ વય ધરાવતા અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસીકરણ અભિયાનના બીજા તબક્કાના ચોથા દિવસે ગુજરાતમાં રેકોર્ડ રસીકરણ કરવામાં આવ્યુ છે.

 આજે ગુરુવારે ગુજરાતમાં કુલ 1,31,969 વ્યક્તિઓને કોરોના રસી મૂકવામાં આવી છે. જેમાં 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,01,991 વ્યક્તિઓને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 11,09,515 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાયો છે. તો 2,45,010 વ્યક્તિઓના કોરોના વેક્સીનના બીજા ડોઝનનું રસીકરણ પૂર્ણ થયુ છે

(8:38 pm IST)