Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દુબઈથી દારૂ લાવનાર યુવકો પાસેથી 60 હજારનો તોડ કરવાના પ્રકરણમાં પીએસઆઈ પરેશ ચાવડા સસ્પેન્ડ

ચાર બોટલ દારૂ જપ્ત કરી જેલના સળિયામાં ધકેલી દેવાની ધમકી આપતા યુવકે પરમીટ હોવાનું કહયું છતાં તોડ કર્યો

 

અમદાવાદ ;દુબઈથી દારૂ લાવનાર યુવક પાસેથી 60 હજારનો તોડ કરવાના પ્રકરણમાં આકરી કાર્યવાહી કરતા અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે મામલે  ઊચ્ચ પોલીસ અધિકારીઓ પાસે પહોંચેલી ફરિયાદો બાદ ઝોન-૪ના ડીસીપીએ પીએસઆઈ પરેશ ચાવડાને સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.

  અંગેની વિગત મુજબ નવા નરોડાના દર્શન વિલા બંગ્લોઝમાં રહેતા ૨૫ વર્ષીય ધર્મેન્દ્ર પોકિયા તેમની પત્ની સાથે દુબઈ હનિમૂન કરીને પરત અમદાવાદ એરપોર્ટ પરથી ઘરે પોતાના મિત્ર સાથે ઘરે કારમાં આવ્યા હતા. ત્યારે અચાનક ડસ્ટર કારમાં આવીને પીએસઆઇ પરેશ ચાવડા અને બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૃની બોટલ જપ્ત કરી જેલના સળિયામાં ધકેલી દેવાની ધમકી આપી હતી. વિદેશી દારૃ પરમિટ વાળો હોવાની રજૂઆત પણ ધર્મેન્દ્રએ કરી હતી. છતાં પોલીસે ૬૦ હજારનો તોડ કર્યો હતો.

   ધર્મેન્દ્રએ અંગેની રજૂઆત ઝોન ડીસીપી શ્વેતા શ્રીમાળીને કરી હતી. જેના કારણે પીએસઆઇ ચાવડાએ ૬૦ હજાર અને વિદેશી દારૃ પરત આપી સમાધાન કરી લીધુ હતં. જો કે ડીસીપીને જાણ થતાં તાત્કાલિક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ડીસીપીએ પીએસઆઇને ચાવડાને સોમવારે સસ્પેન્ડ કરી દીધા હતા. તપાસ કરનાર કૃષ્ણનગરના પીઆઇ વી.આર ચૌધરીએ જણાવ્યંુ છે કે પીએસઆઇને સસ્પેન્ડ કરી દીધા છે. પરંતુ તેમની સાથે બે પોલીસ કર્મચારીઓ કોણ હતા તે હજી સુધી જાણી શકાયંુ નથી. પીએસઆઇની ધરપકડ થાય ત્યારે પોલીસ કર્મચારીઓના નામ જાણી શકાશે.

(12:33 am IST)