Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમદાવાદ:વાસણામાં પીજીમાં રહેતી જેતપુરની સોફ્ટવેર એન્જીનીયર નેહા રાબડિયાનો ગળેફાંસો ખાઈને આપઘાત

30 વર્ષની નેહા સ્વસ્તિક ફ્લેટમાં મૂળ કેશોદની દિપ્તી સાથે પીજીમાં રહેતી હતી : પાંચેક વર્ષથી ડિપ્રેશનમાં રહેતી હોવાથી કંટાળીને આત્મહત્યા કર્યાની સ્યુસાઇડ નોટ

 

અમદાવાદ:શહેરના વાસણા વિસ્તારમાં પીજીમાં રહેતી જેતપુરની સોફ્ટવેર એન્જિનિયર નેહા રાબડીયાએ આત્મહત્યા કરતા ચકચાર જાગી છે મૂળ જેતપુરની રહેવાસી 30 વર્ષની નેહા રાબડિયા વાસણાના સ્વસ્તિક ફ્લેટમાં મૂળ કેશોદની દિપ્તી સાથે પીજીમાં રહેતી હતી. હોળીના તહેવારમાં દિપ્તી તેના વતન ગઈ હતી અને આજે સવારે પાછી આવી હતી.તેણે આવીને રૂમનો દરવાજો ખખડાવ્યો, પણ નેહાએ દરવાજો ખોલતા, દિપ્તીએ તેની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું અને જોયું તો નેહા પંખે લટકતી હાલતમાં જોવા મળી હતી.

   નેહા મૂળ રાજકોટ પાસેના જેતપુરની રહેવાસી હતી અને મીઠાખળી પાસે વેબલાઈન ઈન્ડિયા પ્રાઈવેટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરી હતી. નેહાને પંખે લટકતી જોઈ દિપ્તીએ પોલીસને જાણ કરી હતી.

     પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરતા સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તે પાંચેક વર્ષથી ડિપ્રેશનમાં રહેતી હોવાથી કંટાળીને આત્મહત્યા કરી રહી છે. પોલીસે નેહાનો મોબાઈલ ફોન પણ કબજે લીધો છે અને એફએસએલની મદદ લીધી છે. બંને યુવતીઓ પહેલા પ્રહલાદનગર વિસ્તારમાં પીજી તરીકે રહેતી હતી અને છેલ્લા મહિનાથી અહીં રહેતી હતી.

(1:18 am IST)