Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમદાવાદના છ કોર્પોરેટરોના બીપીએલની યાદીમાં નામ :RTIમાં ખુલાસો :તંત્રના લોલંલોલનો પર્દાફાશ

આરટીઆઈ બાદ કેટલાક કોર્પોરેટર નામ કમી કરવા દોડ્યા પરંતુ ખોવાઈ ગયાનું જણાવી કાર્ડ જમા કરવાયું નહીં

અમદાવાદ :સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને બીપીએલ કાર્ડ આપીને તેને કેટલાક લાભ અપાઈ છે ત્યારે અમદાવાદમાં બીપીએલ યાદીમાં કેટલાક કોર્પોરેટરના નામ છે.એક આર ટી આઇમાં ખુલાસો થયો છે આર ટી આઇમાં 192 કોર્પોરેટરમાંથી કયાં કોર્પોરેટર બીપી એલ યાદીમાં સ્થાન ધરાવે છે તેવો પ્રશ્ન પુછાયો હતો જેના જવાબમાં કેટલાક નામ આપવામાં આવ્યા હતા તંત્રમાં ચાલતા લોલંલોલનો પર્દાફાશ થયો છે બીપીઅેલની યાદીમાં 6 કોર્પોરેટર્સનો સમાવેશ થાય છે.તેઓના નામ મુજબ છે 

ગોવિદભાઇ લવજીભાઇ પરમારસૈજપુરબોધા

પટેલ તારાબહેન સોમાભાઇ-કુબેરનગરવોર્ડ

પટણી ઇશ્વરભાઇ સરદારભાઇ- અસારવા

પરમાર અશોકભાઇ સોમાભાઇ-ભાઇપુરા

પરમાર હર્ષદભાઇ ભગવાનભાઇ- ઇન્દ્રપુરી

તોમર દિપકભાઇ શંકરસિંગ-તેમના પત્ની સપના બહેન અમરાઇવાડિના કોર્પોરેટર છે

  આર ટી આઇ નો જવાબ આપ્યા બાદ કેટલાક કોર્પોરેટરોએ નામ કમી કરવા અરજી કરી છે અને કાર્ડ ખોવાઇ ગયેલુ છે તેવું કારણ રજુ કરી તે જમા કરાવ્યું નથી. બીપીએલ યાદીમાં સ્થાન મેળવી સારો એવો ફાયદો કરવામાં આવે છે.અને કેટલાક સ્વાર્થી લોકો ગરીબ હોવાનું ગાણું ગાઇ ગરીબોમાંથી ભાગ પડાવી જાય છે

(10:56 pm IST)