Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સુરતમાં વિદ્યાર્થીનીને દેહવિક્રયનાં ધંધામાં ધકેલનાર માસી સહિત પાંચની ધરપકડ : હવે પોલીસની અપહૃત વિદ્યાર્થીનીને શોધવા મથામણ

સુરત : સુરતમાં ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીનું થોડા મહિના પૂર્વે અપહરણ થયા બાદ તેની બીજી માર્ચ ૨૦૧૮ના રોજ ભાળ મળી હતી. તે દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી અને પરિવારે તેના અપહરણનો સગી માસી કસ્તુરી પર આરોપ લગાવ્યો હતો. માસીએ ભાણેજને કરણ નામના ગ્રાહક સાથે મોકલતાં ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ત્વરિત પગલાં  લઈને માસી સહિત ૫ની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. સુરતમાં નવેમ્બર ૨૦૧૭માં ૧૫ વર્ષીય બાળકી સીમા (નામ બદલ્યૂ છે.)નું અપહરણ કરાયું ત્યારે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ અપહરણ તેની સગી માસી લાટી ઉર્ફે કસ્તુરી દ્વારા જ કરાવવામાં આવ્યું છે. આની પાછળનો તેનો હતું સીમાને દેહવેપારમાં ધકેલીને પૈસા રળવાનો છે. માસી લાટીએ સીમાને કરણ નામના ગ્રાહક પાસે મોકલતા આ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. પરિવારજનોને તેમની ખોવાયેલી દીકરી દેહવેપારમાં ધકેલી દેવાયી હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સીમા પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે સીમાને શોધી કાઢવા માસીના ઠેકાણા પર રેડ પાડી હતી. જેમાં માસી લાટી સહિત પાંચ સખ્શો ઉમાકાંત ઉર્ફે રમાકાંત ઉર્ફે પેટુ રાજપુત, શીલુસિંગ ઉર્ફે ભોલુ રાજપૂત, ભાવેશ નિખાર, મહેશ ઉર્ફે લાલુ કોળી પટેલ માસી લાટી ઉર્ફે કસ્તુરીને દબોચી લીધાં હતા. વિદ્યાર્થિનીની ભાળ મેળવવા તેમની વિરૂદ્ઘ કાર્યવાહી કરવામાં આવી રહી છે. (૩૭.૫)

(1:12 pm IST)