Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

યાત્રાધામ અંબાજીમાં 12 થી 16 સુધી પાટોત્સવનું આયોજન : ગબ્બર પર પગપાળા જવા રસ્તો બંધ :ડાઇવર્ઝન અપાયુ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

અંબાજી : લાખો માઇભક્તોની આસ્થાના કેન્દ્ર સમા અંબાજીમાં આગામી 12 થી 16 ફેબ્રુઆરી સુધી ગબ્બરમાં પાટોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે પાટોત્સવને લઇને ગબ્બર પર પગપાળા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. યાત્રિકોને ગબ્બર પર જવા માટે ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાલના તબક્કે રસ્તો બંધ કરાયો છે. આ કામ પૂર્ણ થયા બાદ માર્ગ પુન: ખોલવામાં આવશે. રસ્તો બંધ થવાને કારણે યાત્રિકો દર્શન માટે અન્ય માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત મહેસાણા જિલ્લાના ભાવિક ભક્તો પરીક્રમાના મહોત્સવમાં ભાગ લે તેવા શુભ આશયથી જિલ્લામાં શ્રધ્ધાળુઓના આવન-જાવનની વ્યવસ્થા માટે બેઠકનું આયોજન જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.

મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શ્રધ્ધાળુઓ આ પરીક્રમાનો લાભ લે તેના જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેનાર છે. જે અંતર્ગત તંત્ર દ્વારા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવા પણ જણાવાયું છે.

(9:24 pm IST)