Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

સુરતના અડાજણ વિસ્તારની પરિણીતા સાથે નોકરીના બહાને બળાત્કાર :જમીન દલાલ ભરત શાહની ધરપકડ

જમીન દલાલ ભરત શાહએ મહિલાને પાર્લે પોઇન્ટ સ્થિત આવેલ ઓફિસમા બોલાવી: પરણિતાના હાથ મચડી તેના પાસે જબરજસ્તી કરી બળાત્કાર આચર્યો હોવાનો આરોપ

સુરતના અડાજણ વિસ્તારની પરિણીતા સાથે નોકરીના બહાને બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપી 65 વર્ષીય ભારત શાહની પોલીસે ઉમરા વિસ્તારમાંથી ઘરપકડ કરી લીધી છે.  

   જમીન દલાલ ભરત શાહએ મહિલાને પાર્લે પોઇન્ટ સ્થિત આવેલ ઓફિસમા બોલાવી જબરજસ્તી કરી હતી. પરણિતાના હાથ મચડી તેના પાસે જબરજસ્તી કરી બળાત્કાર આચર્યો હોવાનો પરણિતાએ આરોપ લગાવ્યો છે. કોઈને જાણ કરશે તો જિંદગી બરબાદ કરવાની અને નોકરી નહિ કરી શકે તેવી ધમકી આપી હતી. ઘટનાના બીજા દિવસે પરણિતાએ ઉમરા પોલીસ મથકમાં જમીન દલાલ ભરત શાહ વિરુધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે જમીન દલાલને ઝડપી પાડ્યો હતો

(6:57 pm IST)