Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

વિરમગામ સ્ટેશન ઉપર કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાન સમયમાં આંશિક પરિવર્તન

અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. જેની વિગતો આ પ્રકારે છેઃ

· ટ્રેન નંબર 22717 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસનો તારીખ 06.02.2023 થી, ટ્રેન નંબર 16613 રાજકોટ કોયંબતૂર એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 05.02.2023 થી, ટ્રેન નંબર 19202 પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસનો તારીખ 07.02.2023 થી તેમજ ટ્રેન નંબર 19568 ઓખા તૂતીકોરિન એક્સપ્રેસનો તારીખ 08.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 08.16/08.18 કલાક ને બદલે 08.06/08.08 કલાકનો રહેશે.

· ટ્રેન નંબર 16333 વેરાવળ તિરૂવંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસનો તારીખ 09.02.2023 થી, ટ્રેન નંબર 16337 ઓખા એર્નાકુલમ એક્સપ્રેસનો તારીખ 06.02.2023 થી તેમજ ટ્રેન નંબર 16335 ગાંધીધામ નાગરકોઈલ એક્સપ્રેસનો તારીખ 10.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 14.05/14.0 કલાક ને બદલે 13.55/13.57 કલાકનો રહેશે.

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે. 

(5:58 pm IST)