Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

ભરૂચના આમોદ ગામ નજીક બાઈક અને પિકઅપ ગાડી વચ્ચે ગંભીર અકસ્માત :એકનું મોત:બે ગંભીર

ટંકારી બંદર ગામના કિરીટ મહેન્દ્ર પરમારનું ઘટના સ્થળે મોત: ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા

ભરૂચના  આમોદ ગામ નજીક  બાઈક અને પિકઅપ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો , અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જયારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે, અકસ્માતમાં ટંકારી બંદર ગામના કિરીટ મહેન્દ્ર પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે અન્ય  અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

(10:08 pm IST)