Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજપીપળામાં પીએસઆઇ પાઠકે કોરોના વેકશીનનો પ્રથમ ડોઝ લઈ વેકશીન લેવા અન્યોને મેસેજ આપ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલ ભારત દેશમાં કોરોનામાં રક્ષણ માટેની વેક્સિન ઉપલબ્ધ થઈ છે અને ઘણા દિવસોથી આ વેક્સિન સરકારી અધિકારીઓ, કર્મચારીઓ મુકાવી રહ્યા હોય ત્યારે આજરોજ નર્મદા પોલીસમાં કાયદાના પાલન માટેની કડક છાપ ધરાવતા પીએસઆઇ કે.કે પાઠકે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ અન્યો લોકોને પણ વિનંતી કરી હતી કે તમામ કર્મચારીઓ આ વેક્સિન અવશ્ય મુકાવો આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે,તેની કોઈ આડ અસર નથી માટે ગભરાયા વિના આ વેક્સિન લઈ સ્વસ્થ રહો તેવો મેસેજ સૌને આપ્યો હતો.

(11:05 pm IST)