Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિકલસેલનું પ્રમાણ વધુ હોવા છતાં આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલ

નાંદોદ તાલુકાના ભુછાડ ગામના ૩૦ વર્ષીય યુવાનને સિકલસેલની બીમારી બાદ નર્મદાથી સુરત સારવાર માટે લઈ જવાયો છતાં ત્યાં પણ મોતને ભેટ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજ્ય સરકાર નર્મદા જિલ્લામાં સિકલસેલ જેવી બીમારી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરતી હશે છતાં તંત્ર દ્વારા એ માટેના કાર્યક્રમો ફક્ત નામના જ બતાવી સબ સલામતના દાવા કરાતા હોય જેનો ભોગ દર્દીઓ બને છે.જેનો તાજો જ દાખલો નાંદોદ તાલુકાના ભુછાડ ગામના યુવાનના મોત બાદ જોવા મળ્યો 

  નાંદોદ તાલુકાના ભુછાડ ગામનો પ્રદીપ દલસુખભાઈ વસાવા (૩૦) ને સીકલસેલની બીમારી હોય તેને કસ્તુરબા હોસ્પિટલ ઝગડીયા જી.ભરૂચ ખાતે સારવાર માટે દાખલ કરેલ તે દરમ્યાન તબિયત વધુ બગડતા વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રીફર કરતા ફરજ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા એક યુવાન પુત્રનું મોત થતા તેના પરિવાર પર આફત આવી પડી છે.    અત્રે સવાલ એ થાય છે કે નર્મદા જિલ્લાના ઘણા ગામોમાં સિકલસેલના ઘણા દર્દીઓ છે જેના માટે સરકાર લાખો રૂપિયા બગાડતી હોવા છતાં તંત્રની ક્યાંક ને ક્યાંક કચાસ જરૂર કહી શકાય જેના કારણે આ દર્દીઓના મૃત્યુ થાય છે. તો શું સરકારના લાખો રૂપિયા ચવાઈ જતા હશે.? કે અન્ય કોઈ કારણ હશે.? એ સત્ય હકીકત તો તટસ્થ તપાસ બાદ જ બહાર આવી શકે,હાલ એક આદિવાસી પરિવારે પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો હોય રાજપીપળા પોલીસે અ. મોત દાખલ કરી છે.

  દર્દીઓને સરકાર દ્વારા મળતા અમુક લાભો પણ ખવાઈ જતા હોય છે ત્યારે ફક્ત આરોગ્ય વિભાગ નહીં બલ્કે મોટા ભાગના સરકારી વિભાગોમાં અમુક અધિકારી ઓની મિલી ભગતના કારણે ગરીબ લોકો માટે જાહેર કરેલી સરકારી યોજનાના લાભોથી લોકો વંચિત રહી જાય છે.અને આગેવાનો આરટીઆઈ કરે કે આવેદનો આપે આખરે નિરાશા સિવાય કાંઈ મળતું નથી.

(4:22 pm IST)