Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

મોડાસાના ગઢડામાં એક રાતમાં પાંચ મકાનના તાળા તૂટ્યા: લોકોમાં ભયનો માહોલ

મોડાસા: તાલુકાના ગઢડા ગામે તસ્કરોએ પાંચ બંધ મકાનોના તાળા તોડી તરખાટ મચાવ્યો હતો.મકાન માલીકો બહાર ગામ રહેતા હોઈ તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા.એક સાથે ગામમાં પાંચ મકાનોના તાળા તૂટતાં ભયનો માહોલ છવાયો હતો. તસ્કરોએ બંધ મકાનોમાં ઘુસી કબાટ,તિજોરી તોડી રોકડ સહિત દાગીના ની ચોરી કરી લીધી હતી.આમ ગઢડા ગામમાં ચોરોએ ઠંડીનો લાભ લઈ બંધ મકાનોમાં હાથ સાફ કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં જાણે તસ્કરોને મોકળું મેદાન મળી રહયું હોય એમ બેખૌફ બનેલા તસ્કરોએ છેલ્લા ત્રણ અઠવાડીયામાં મંદિર, વાડી,નિવૃત્ત એસપી ના બંગ્લા સહિત ૧૬ જગાએ તાળા નકૂચા તોડી તરખાટ મચાવ્યો છે.જિલ્લામાં હાડ થીજાવી દેતી ઠંડી પડી રહી છે.

 

 

(5:06 pm IST)