Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે સમય બે કલાક વધ્યો હવે સવારે 8 થી સાંજે છ સુધી નિહાળી શકશે

સમયના ફેરફારને લીધે પ્રવાસીઓની અનુકુળતા પણ વધશે

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત માટેના સમયમાં આજથી બે કલાકનો વધારો કરાયો છે. સમયમાં કરાયેલા ફેરફાર મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત માટેનો સમય હવે સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી રાખવાનો ચીફ એડમિનીસ્ટ્રેટર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડીયા કોલોની તરફથી નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.

  સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતના સમયમાં આ ફેરફાર થવાથી પ્રવાસીઓ હવે સવારના ૮-૦૦ વાગ્યાથી મુલાકાત લઇ શકશે અને આગામી ઉનાળાની ઋતુમાં સમયના ફેરફારને લીધે પ્રવાસીઓની અનુકુળતા પણ વધશે

 . શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસોએ ૬૦૦૦ પ્રવાસીઓ વ્યુઇંગ ગેલેરીનો લાભ લઇ શકતા હતા હવેથી સમય બે કલાકનો વધારો થવાથી દરરોજ ૭૦૦૦ સુધીની સંખ્યામાં પ્રવાસીઓ વ્યુઇંગ ગેલેરીની મુલાકાતનો લાભ લઇ શકશે, તેમ વધુમાં જણાવાયું છે.

(1:44 pm IST)