Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો ભરડો :19 કેસ પોઝિટિવ :આરોગ્ય તંત્રમાં દોડધામ

અમદાવાદ સ્વાઈન ફ્લૂએ ભરડો લીધો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા મહિનામાં સ્વાઈન ફ્લૂના 25 કેસ નોંધાયા છે. જેમાંથી 19 પોઝિટીવ આવ્યા છે. જેને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

 અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 99 કેસ નોંધાયા છે. રાજ્યમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

 

(12:10 pm IST)