Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કોંગ્રેસે ૪૩ સભ્યોની પ્રચાર સમિતિની જાહેરાત કરી છે

કોંગ્રેસે ચૂંટણી સમિતિઓની જાહેરાત કરીને ખેલ્યો માસ્ટરસ્ટ્રોક : નારાજ નેતાઓને આપ્યો 'ચાન્સ'

ગાંધીનગર તા. ૫ : લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ એકશન મોડમાં આવી ગયો છે. કોંગ્રેસે ચુંટણીને લઈ અલગ અલગ કમિટીઓની જાહેરાત કરી છે. કોંગ્રેસે ૪૩ સભ્યોની પ્રચાર સમિતિની જાહેરાત કરી છે. પ્રદેશ ચૂંટણી સમિતિમાં ૨૮ સભ્યોનો સમાવેશ કરાયો છે. જેમાં નોંધનીય બાબત એ છે કે, તેમાં અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતિનો કન્વીનર બનાવાયો છે.

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. તેમાં પણ  વિધાનસભામાં કોંગ્રેસને સારુ પરિણામ જોવા મળ્યું હતું. ત્યારે હવે લોકસભામાં પણ એડીચોટીનું જોર લગાવવામાં પાછળ નહિ રહે. તેથી કોંગ્રેસ દ્વારા અલગ અલગ પ્રચાર સમિતિની જાહેરાત કરાઈ છે. આ કમિટીઓની જાહેરા રાજીવ સાતવ દ્વારા કરવામાં આવી છે. જેમાં અલ્પેશ ઠકોરને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તો કોર્ડીનેશન કમિટીના ચેયરમેન રાજીવ સાતવ છે. કેમ્પેન કમિટી ચેયરમેન સિદ્ઘાર્થ પટેલ અને કન્વીનર અલ્પેશ ઠાકોરને બનાવાયા છે. પબ્લિસીટી કમિટી ચેયરમેન તુષાર ચૌધરી અને કન્વીનર રોહન ગુપ્તાને બનાવાયા છે.

કોંગ્રેસે રેલી આ જાહેરાતમાં પક્ષના સીનિયર નેતાઓને રીઝવવાનો પ્રયાસ કરાયો છે. અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી તો સ્પષ્ટ હતી, પણ આ પહેલા કોંગ્રેસના કેટલાક સીનિયર નેતાઓએ પણ પોતાની નારાજગી બતાવી હતી. એ તમામનો કમિટીઓમાં સમાવેશ કરાય છે. સાથે જુનિયર નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યો છે. આમ, કોંગ્રેસે આ સમિતિઓની જાહેરાત કરીને આંતરિક કલેહને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. સીનિયર નેતાઓમાં અર્જુન મોઢવાઢિયા, મૌલિન વૈષ્ણવ સહિત અનેક નેતાઓને સમાવાયા છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની કામગીરી અને પ્રચારમાં અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ માઈક્રોપ્લાનિંગમાં થાપ ખાઈ જતું હતું. તેથી હવે આ બાબતમાં કયાંય ઉણપ નહિ રાખવામાં આવે તેવું આ કમિટીની જાહેરાત પરથી સ્પષ્ટ થાય છે.(૨૧.૩૦)

   રાજીવ સાતવ, અમિત ચાવડા, ધાનાણી પ્રદેશ ચૂંટણી સમિતિમાં

   અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતિના બનાવ્યાં કન્વીનર

   જગદીશ ઠાકોરને બનાવ્યાં પ્રચારસમિતિના સભ્ય

   ૧૫ સભ્યોની મીડિયા કો-ઓર્ડિનેશન કમિટીની પણ જાહેરાત

   નરેશ રાવલ મીડિયા કો-ઓર્ડિનેશન કમિટીના ચેરમેન

   ચૂંટણી પ્રબંધન સમિતિમાં ૯ સભ્યોની જાહેરાત

   અર્જૂન મોઢવાડિયા ચૂંટણી પ્રબંધન સમિતિના ચેરમેન

   ચૂંટણી ઢંઢેરા સમિતિમાં ૨૨ સભ્યોનો સમાવેશ

   મધુસૂદન મિ સ્ત્રીને બનાવાયા ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન

   મનિષ દોશી બન્યાં ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર

(3:04 pm IST)