Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ભીલડી નજીક પ્રેમી પંખીડાએ સમાજના ડરથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂક્યું

ડીસા:ના ભીલડી નજીક આવેલા રેલ્વે ટ્રેક ઉપર આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ બે  પ્રેમી પંખીડાઓએ સામેથી આવતી ધસમસતી માલગાડી નીચે પડતુ મુકી આત્મહત્યા કરી હતી. રેલ્વે પોલીસની પ્રાથમિક તપાસમાં મરણજનાર બંને ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામના રહીશ હતા. જેમાં રેલ્વે પોલીસે બંને યુવક યુવતિના મૃતદેહનો કબજો સંભાળી તેમનુ પી.એમ. કરાવી સી.આર.પી.સી. કલમ-૧૭૪ મુજબ અકસ્માતે મોતની તપાસ હાથ ધરી છે.
આ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ રાધનપુર રેલ્વે ડીવીઝનને જાણ થઈ હતી કે, પાલનપુરથી ગાંધીધામ જતી માલગાડી નીચે રવિવારની વહેલી સવારે પ-૧પ કલાકે ભીલડી નજીક એક યુવક યુવતી ટ્રેન નીચે  કુદકો મારી આત્મહત્યા કરી મરણ ગયેલ છે. જે બાદ ઘટના સ્થળે ભીલડી રેલ્વે પોલીસના પી.એસ.આઈ. ડી.એચ.રબારી અને તેમની ટીમ પહોચી હતી. જયાં રેલ્વે ટ્રક ઉપર એક યુવક અને યુવતીનો મૃતદહે કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
 પોલીસની પ્રાથમીક પુછપરછમાં મરણજનાર યુવક સેધાભાઈ અને યુવતી ૧૬ વર્ષીય મોટી ઘરનાળ ગામની હતી.
પોલીસે લાશનો કબજો સંભાળી બંનેના વાલી વારસોને બોલાવી પી.એમ. કરાવ્યુ હતુ. આ અકસ્માતની ઘટનામાં રેલ્વે પોલીસે પાલનપુરથી ગાંધીધામ જતી માલગાડીના ચાલકનુ  નિવેદન નોંધી પુછપરછ કરતા બહાર આવ્યુ હતુ કે વહેલી સવારે સવા પાંચ વાગે આ યુવક યુવતી સામેથી આવી ટ્રેન નીચે પડતુ મુકી જાતે આત્મહત્યા કરી છે જે નિવેદન આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ કરી  છે અને આ મામલે ભીલડી રેલ્વે પી.એસ.આઈ. ડી.એચ. રબારીએ વધુ તપાસ હાથ ધરી છે.

(6:24 pm IST)