Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

તારાપુર તાલુકાના આદરૂજમાં કિશોરીને ખેતરમાં લઇ જઈ નરાધમે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

તારાપુર:તાલુકાના આદરૂજ ગામે રહેતી એક કિશોરીને ગઈકાલે રાત્રીના સુમારે ગામનો જ યુવાન ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં તેણીની સાથે જાતીય અત્યાચાર ગુજારતાં આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આદરૂજ ગામે રહેતું પરિવાર ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના સુમારે નવા ઘરે જમીને જુના ઘરે ટીવી જોવા માટે ગયું હતુ. પરિવારના ૧૫ વર્ષ અને ૪ માસની કિશોરી માથુ દુ:ખતુ હોવાથી નવા ઘરે જ એકલી હતી. દરમ્યાન નવેક વાગ્યાના સુમારે ઘરના વાડા પાછળ પેશાબ કરવા જતાં ગામમાં જ રહેતો મેહુલ સંજયસિંહ ચૌહાણ આવી ચઢ્યો હતો અને તેણીને જબરજસ્તીથી બાજુમાં આવેલા ખેતરમાં લઈ ગયો હતો જ્યાં તેણી પર જાતીય અત્યાચાર ગુજારીને ફરાર થઈ ગયો હતો.
નવેક વાગ્યે પરિવારના સભ્યો ઘરે પરત ફરતા કિશોરી રડતી રડતી ખેતરમાંથી આવી હતી જેથી તેણીની પૃચ્છા કરતાં ઉક્ત વિગતો જણવતા તારાપુર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

(6:23 pm IST)