Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ખેડા પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા 2 આરોપીને નડિયાદથી રંગે હાથે ઝડપ્યા

ખેડા:એલસીબી ખેડા પોલીસે અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને નડિયાદમાંથી ઝડપી પાડ્યા હતાં.
એલસીબી ખેડા પોલીસ નડિયાદ શહેરમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે અમદાવાદ ખોખરા પોલીસ મથકના વિદેશી દારૂની હેરાફેરીના ગુના નં. ૫૨૨૮/૧૧માં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી સંત અન્ના ચોકડી પરથી પસાર થનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી નાસતા ફરતા આરોપી ભૌમિક ઉર્ફે ભાઉ રાજુભાઈ સાગરા મારવાડી (રે. ન્યુરોચોક નગર, રાજીવનગર પાસે, નડિયાદ)ને ઝડપી પાડ્યો હતો. આ આરોપીને ખોખરા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત એલસીબી ખેડાની બીજી ટીમે પેટ્રોલીંગ દરમ્યાન નડિયાદ મિલ રોડ પરથી અમદાવાદ ખોખરા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપી પ્રદિપ ઈન્દુભાઈ તળપદા (રે. વાઘરીવાસ) નડિયાદને ઝડપી પાડ્યો હતો. આ આરોપીને ખોખરા પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.

(6:22 pm IST)