Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગુજરાતમાં હવામાન પલટોઃ માવઠું થશે તો દ્યઉં અને જીરુના પાકને નુકસાનની ભીતી

રવિવાર રાત્રીથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ હતી આજે સવારથી ગુજરાતના મોટા ભાગના શહેરોના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું.દક્ષિણ ગુજરાત, અરવલ્લી મોડાસા, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં સોમવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને કારણે લોકોને વધારે ઠંડીનો અનુભવ પણ થયો હતો.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલના વાતાવરણને જોતા બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યાર બાદ વાદળો વિખેરાતા ઠંડીના પ્રમાણમાં થોડો વધારો થાય તેવી શકયતા જોવા મળી રહી છે. આજે આશંત વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે.રાજયના મોટા શહેરો રાજકોટ, સુરત , ભાવનગર, અમદાવાદ, ભૂજમાં ૭ તારીખ સુધી થોડા વાદળો જોવા મળશે ત્યાર બાદ સંપૂર્ણપણે વાદળો વિખેરાઈ જશે.

જોકે આ પ્રકારના વાદળોથી દ્યઉં, જીરું તેમજ મકાઇના પાકને નુકસાન થવાની ભીતિ વ્યકત કરી હતી. જો વાદળીયા વાતાવરણના કારણે વરસાદ પડ્યો તો દ્યઉં અને જીરાના ખેડૂતોના ઊભો પાક બગડવાની સંભાવના ખેડૂતોએ વ્યકત કરી છે.

(6:28 pm IST)