Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ડીસામાં સગર્ભા મહિલાને માર મારવાના કેસમાં ૨ પોલીસમેન સામે ફરિયાદ

 ડીસામાં સગર્ભા મહિલાને માર મારવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં ૨ પોલીસકર્મીઓ સહિત ૬ લોકો સામે ડીસાના રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નોંધનીય છે કે સગર્ભા મહિલાને માર મરાતા બાળકનું અંદર જ મોત થઈ ગયું છે. આ મામલે ફરિયાદ સિવાય કોર્ટમાં પણ અપીલ કરવામાં આવી છે. હવે કોર્ટ દ્વારા પણ આ મામલે ફરિયાદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટના આદેશ પ્રમાણે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી કોર્ટમાં સબૂત રજૂ કરશે. જો કે આ મામલે મહિલાને પણ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

(6:16 pm IST)